દિલ્લી
ભારત હાલ પ્રદુષણનો સામનો કરી રહ્યું છે. દિલ્લીમાં હવાના પ્રદુષણનો આંકડો ભયજનક અપાતી સપાટી વટાવી ગયો છે. દિવસે-ને-દિવસે વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ-તેમ હવન પ્રદુષણમ અપન વધારો થતો જાય છે. ઉપરથી પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધતા જાય છે પરંતુ તમે ઇલેક્ટ્રિક કીટ તમાર કારમાં લગાડી દેશો તો આ બધી ઝંઝટથી ચોક્કસથી છુટકારો મેળવી શકશો.
E Trio નામની કંપની તમારી કારમાં ઇલેક્ટ્રિક કીટ લગાડવાનું વિકલ્પ આપી રહી છે. આ કંપની ભારતની પ્રથમ કંપની છે જે આ પ્રકારનો વિકલ્પ આપી રહી છે.
હાલ આ કંપની માત્ર ત્રણ કંપનીને જ આ વિકલ્પ આપી રહી છે. જો તમારી પાસે મારુતિ, સુઝુકી કે વેગેનાર કાર હોય તો તમે તેમાં ઇલેક્ટ્રિક કીટ લગાડી શકશો.
સરકારે પણ E Trio કંપનીને મંજુરી આપી દીધી છે.
E Trio ને ઓટોમોટીવ રીસર્ચ એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા મંજુરી આપવામાં આવી છે.E Trio કંપનીએ દાવો કર્યો છે કે એક વખત ચાર્જ કર્યા બાદ તમે ૧૫૦ કિમી સુધી તેને ચલાવી શકો છો.
E Trio કંપની એક મહિનામાં ૧૫૦૦ જેટલી કારમાં આ કીટ લગાડવાની ક્ષમતા ધરાવે છે.આ કંપનીના ફાઉન્ડર વાઈ.સત્યા છે.