election news/ પશુપતિ પારસે લગાવી “INDIA” માં જવાની અટકળો પર બ્રેક

પીએમ મોદી સાથેની તસવીર પોસ્ટ કરીને બતાવી આગળની યોજના

Top Stories India
Beginners guide to 2024 03 30T192334.027 પશુપતિ પારસે લગાવી “INDIA” માં જવાની અટકળો પર બ્રેક

Bihar News : પશુપતિ પારસને બિહારમાં એનડીએની સીટ વહેંચણીમાં એકપણ સીટ મળી નથી આ પછી પશુપકિ પારસે વિદ્રોહી વલણ અપનાવ્યું હતું. એટલું જ નહી તેમણે કેન્દ્રિય પદેથી રાજીનામુ પણ આપી દીધું હતું. પદ છોડ્યા બાદ તેમણે કહ્યું કે મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો છે. અમને એક પણ સીટ આપવામાં આવી ન હતી. રાજીનામુ આપ્યા પહેલા પશુપતિ પારસ મોદી સરકારના ખાદ્ય અને પ્રસંસ્કરણ મંત્રી હતા.

બિહારમાં એનડીએની સીટ શેરિંગમાં આરએલજીપી પિમુખ પશુપતિ પારસના હાથ ખલી રહ્યા હતા. તેમને ગઠબંધનમાં એકપણ સીટ મળી ન હતી. ત્યારબાદ અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. કહેવાતું હતું કે પશુપતિ પારસ હવે બળવાનો મિજાજ બતાવી શકે છે અને તે ઈન્ડીયા બ્લોકમાં જઈ શકે છે. જોકે હવે પશુપકિ પારસે સ્પષ્ટ કહી દીધું છે કે તે એનડીએની સાથે જ રહેશે. તેમણે સોસિયલ મિડીયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે અમારી પાર્ટી રાલોજપા, એનડીએનું અભિન્ન અંગ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમારા પણ નેતા છે અને તેમનો નિર્ણય અમારા માટે સર્વોપરિ છે.

એનડીએમાં એકપણ સીટ ન મળતા પારસે કેન્દ્રિય પદેથી રાજીનામુ આપી દીધું હતું. પારસ સીય શેરિંગમાં ચિરાગ પાસવાનની એલજેપીઆરને લોકસભા સીટ મળતા નારાજ હતા. તેમને સૌથી મોટી નારાજગી એ વાતની હતી કે તેમની પાર્ટીને એકપણ સીટ આપવામાં આવી ન હતી. સાથે જ સીટ શેરિંગની જાહેરાત પહેલા તેમની સાથે વાત પણ કરવામાં આવી ન હતી. લાંબી નારાજગી બાદ ચુપકીદી તોડતા પારસે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેૃત્વમાં એનડીએ સમગ્ર દેશમાં 400 થી વધુ સીટો જીતશે. ત્રીજા વખત રેકોર્ડ તોડીને બહુમતીથી એનડીએ સરકાર બનશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક