Not Set/ NRC પર બોલ્યા શાહ : રાજીવ ગાંધીનો પ્લાન હતો પણ કોંગ્રેસમાં અમલ કરવાની હિંમત ન હતી

  આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC) નો બીજો આને અંતિમ ડ્રાફ્ટ સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી જ આ મુદ્દા પર રાજનીતિ તેજ થઈ ગઈ છે. મંગળવારે આ મુદ્દે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન ખૂબ ધમાલ થઈ હતી. ચર્ચા દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ આ મુદ્દે બોલ્યા, તરત જ સદનમાં ધમાલ શરુ થઈ ગઈ હતી. શાહે આરોપ […]

Top Stories India Trending Politics
amit shah 7596 NRC પર બોલ્યા શાહ : રાજીવ ગાંધીનો પ્લાન હતો પણ કોંગ્રેસમાં અમલ કરવાની હિંમત ન હતી

 

આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC) નો બીજો આને અંતિમ ડ્રાફ્ટ સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી જ આ મુદ્દા પર રાજનીતિ તેજ થઈ ગઈ છે. મંગળવારે આ મુદ્દે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન ખૂબ ધમાલ થઈ હતી. ચર્ચા દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ આ મુદ્દે બોલ્યા, તરત જ સદનમાં ધમાલ શરુ થઈ ગઈ હતી. શાહે આરોપ લગાવ્યો કે આ પહેલા જ લાગુ થઈ જવું જોઈતું હતું, પરંતુ આવું કરવાની આપનામાં હિંમત ન હતી.

જણાવી દઈએ કે અમિત શાહ વિપક્ષની ધમાલના કારણે પોતાનું નીવેદન પૂરું કરી શક્યા નહતા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સાંજે 4 વાગે પ્રેસ કોન્ફરંસ કરી શકે છે.

રાજ્યસભામાં અમિત શાહે કહ્યું કે બધા વિપક્ષી નેતાઓને મેં ધ્યાનથી સાંભળ્યાં, હું પૂરી વાત સાંભળતો હતો કે કોઈએ જણાવ્યું નહિ કે NRC કેમ આવ્યું. એમણે કહ્યુ કે આને લઈને આસામમાં ઘણું મોટું આંદોલન પણ થયું, ઘણા લોકોએ પોતાની જાન પણ ગુમાવવી પડી હતી. ત્યારબાદ 14 ઓગસ્ટ, 1985 નાં રોજ રાજીવ ગાંધીએ આસામ સમજુતી કરી.

શાહે જણાવ્યું કે આઆ સમજુતીનું મૂળ જ NRC હતું. એમાં કહેવામાં આવ્યું હતું કે ગેરકાનૂની ઘુસણખોરોની ઓળખ કરીને NRC બનાવવામાં આવે. આ અપના જ પ્રધાનમંત્રી લાવ્યા હતા. પરંતુ આપનામાં આને લાગુ કરવાની હિંમત  ન હતી. અમારી પાસે હિમ્મત છે અને અમે આ કરી રહ્યા છીએ.

ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે બધા લોકો 40 લાખની બુમો પાડી રાહ્યા છે. હું પૂછવા માંગુ છું કે આ લોકો કોને બાચાવવા માંગે છે. શું તમે બાંગ્લાદેશી ઘુષણખોરોને બાચાવવા માંગો છો.

NRC મામલે તેજ રાજનીતિક ગતિવિધિઓ વચ્ચે હૈદ્રાબાદના ભાજપ ધારાસભ્ય રજા સિંહનું એક ભડકાઉ નિવેદન સામે આવ્યું છે. રાજા સિંહે કહ્યું કે જે ગેરકાનૂની બાંગ્લાદેશીઓ પોતાના દેશમાં પાછા જવા નાં માંગતા હોય એમને ગોળી મારી દેવી જોઈએ.

રાજા સિંહ પહેલા પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ કહી ચુક્યા છે કે જો એમની સરકાર આવશે તો આસામની જેમ જ બંગાળમાં પાન NRC લાગુ કરવામાં આવશે.