આસામમાં NRC મુદ્દે દેશની રાજનીતિ ગરમ થઈ ગઈ છે. મંગળવારે આઆ મુદ્દે સંસદમાં ખૂબ ધમાલ થઈ, તો સદનની બહાર પણ આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. સદન બહાર મોદી સરકારના મંત્રી અશ્વિની ચૌબે અને કોંગ્રેસના સાંસદ પ્રદીપ ભટ્ટાચાર્ય વચ્ચે NRC મુદ્દે બોલાચાલી થઈ હતી.
બંને નેતાઓ મીડિયા સામે આં વાત પર ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન ચર્ચા તીખી બોલાચાલીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. પ્રદીપ ભટ્ટાચાર્યએ કહ્યું કે હું બંગાળનો માણસ છું, સતત આસામ જતો હોઉં છું. આપ લોકો એમના વિશે ખોટી વાતો કરી રહ્યા છો.
આના પર પ્રતીક્રિયા આપતા મોદી સરકારના મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે, મને ત્યાની હાલતની ખબર છે. આપ કોણ છો આવું બોલવાવાળા? જેના પર કોંગ્રેસી નેતાએ તાત્કાલિક જવાબ આપ્યો કે તેઓ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે બોલી શકે છે.
આ દરમિયાન બંને નેતાઓ જોર-જોરથી પોતાની વાત કહેવા લાગ્યા હતા. અશ્વિની ચૌબેએ કહ્યું કે, જેઓ ભારતીય છે અને આ દેશના નાગરિક છે, તેઓ જ આ દેશમાં રહેશે. જેઓ બાંગ્લાદેશી છે, તેઓ અહી બિલકુલ નહિ રહે. બંને નેતાઓ વચ્ચે થયેલી ગરમાગરમ બોલાચાલીના કારણે સદન બહાર મીડિયાકર્મીઓ અને અન્ય લોકોની ભીડ જમા થઈ ગઈ હતી.