Not Set/ અમદાવાદમાં પ્લાસ્ટિક બોટલના નિકાલ માટે બે વેન્ડિંગ મશીન મુકાશે

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ‘પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો‘ની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારની આ ઝુંબેશ અંતર્ગત એએમસી દ્વારા અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિક બોટલના નિકાલ માટે બે સ્થળોએ વેન્ડિંગ મશીન મુકવામાં આવશે. પ્રદૂષણને કાબૂમાં લેવા સરકારનું વધુ એક પગલું ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આગામી તા. પાંચમી જૂનના […]

Top Stories Ahmedabad Gujarat Trending
Two vending machines will be available for disposal of plastic bottles in Ahmedabad

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ‘પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો‘ની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારની આ ઝુંબેશ અંતર્ગત એએમસી દ્વારા અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિક બોટલના નિકાલ માટે બે સ્થળોએ વેન્ડિંગ મશીન મુકવામાં આવશે.

પ્રદૂષણને કાબૂમાં લેવા સરકારનું વધુ એક પગલું

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આગામી તા. પાંચમી જૂનના દિવસે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ‘પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો’ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકારની આ ‘પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો’ ઝુંબેશ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા પણ વિવિધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે.

કાંકરિયા લેઈક અને મ્યુનિ. માર્કેટ ખાતે મુકાશે વેન્ડિંગ મશીન

Plastic waste vending machine અમદાવાદમાં પ્લાસ્ટિક બોટલના નિકાલ માટે બે વેન્ડિંગ મશીન મુકાશે

રાજ્ય સરકારની આ ઝુંબેશ અંતર્ગત અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિકની બોટલોનો યોગ્ય નિકાલ થાય તે હેતુસર શહેરમાં બે સ્થળોએ પ્લાસ્ટિક વેન્ડિંગ મશીનો મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે એએમસી દ્વારા શહેરના કાંકરિયા લેઈક ખાતે અને મ્યુનિસિપલ માર્કેટ પાસે આ પ્લાસ્ટિક બોટલોના નિકાલ માટે વેન્ડિંગ મશીન મુકવામાં આવશે. આ ઉપરાંત એએમસી દ્વારા  વૃક્ષારોપણ, ગ્રીન ડાયરી, સેમિનાર તેમજ જનજાગૃતિ જેવા અભિયાનનું આયોજન પણ આ દિવસે કરવામાં આવશે.

વિશ્વ પર્યાવરણ દિન નિમિતે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પર્યાવરણની જાળવણી માટે લોક જાગૃતિ ફેલાવવામાં આવશે અને ગ્રીન ડાયરીનું વેચાણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત ચાની કિટલી, લારી-ગલ્લાવાળા અને શાકભાજીવાળાઓ સાથે મુલાકાત કરવામાં આવશે અને વૃક્ષારોપણ કરવામાં આવશે.