Not Set/ દિલ્હીમાં હેરોઇનની દાણચોરી મામલે 88 વર્ષીય મહિલાની ધરપકડ, 30 વર્ષથી આ ધંધો કરતી હતી

સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે ને, પરંતુ હકીકત એ છે કે 88 વર્ષની વયે એક મહિલાની હેરોઈન જેવી ડ્રગ્સની હેરાફેરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મહિલાની ઓળખ રાજરાણી ઉર્ફે ટોપલી તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક વૃદ્ધ મહિલા 30 વર્ષથી ડ્રગના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તે ઇન્દ્રપુરી પોલીસ સ્ટેશનમાં બદમાશ તરીકે પણ […]

Top Stories India
88 મહિલા દિલ્હીમાં હેરોઇનની દાણચોરી મામલે 88 વર્ષીય મહિલાની ધરપકડ, 30 વર્ષથી આ ધંધો કરતી હતી

સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે ને, પરંતુ હકીકત એ છે કે 88 વર્ષની વયે એક મહિલાની હેરોઈન જેવી ડ્રગ્સની હેરાફેરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મહિલાની ઓળખ રાજરાણી ઉર્ફે ટોપલી તરીકે કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, એક વૃદ્ધ મહિલા 30 વર્ષથી ડ્રગના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તે ઇન્દ્રપુરી પોલીસ સ્ટેશનમાં બદમાશ તરીકે પણ જાહેર છે. પોલીસે તેની પાસેથી 16 ગ્રામ હેરોઇન કબજે કર્યું છે.  પાટનગરના તમામ ક્ષેત્રોમાં, આ સ્ત્રીને હેરોઇન અમ્મા તરીકે ઓળખવામાં આવે છે.

જિલ્લા નાયબ પોલીસ કમિશનર મોનિકા ભારદ્વાજે જણાવ્યું કે, 27 ઓગસ્ટે, જિલ્લાના નાર્કોટિક્સ સ્કવોડમાં તૈનાત એ.એસ.આઇ. ચરણસિંઘને બાતમી મળી હતી કે રાજરાણી કોઈની પાસેથી હેરોઇનની કબ્જે લઇ ઇન્દ્રપુરી સ્થિત તેના ઘરે આવી રહી છે. માહિતી પર એસીપી (ઓપરેશન) ઉમા શંકરના નેતૃત્વ હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી.

પોલીસે લોહા મંડી નારાયણા ફ્લાય ઓવર નજીક નાકાબંધી કરી હતી.  થોડા સમય પછી ત્યાં પહોંચેલી રાજરાણીની પોલીસે ઝડપી પડી હતી. તલાશી લેતા તેની પાસેથી 16 ગ્રામ હેરોઇન મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે રાજરાણી ઇન્દ્રપુરી પોલીસ સ્ટેશનમાં બદમાસ તરીકે જાહેર કરવામાં આવી છે. બીસી છે અને તેની સામે એક્સાઇઝ અને એનડીપીએસના 9 કેસ નોંધાયેલા છે.

તે ત્રીસ વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલી છે. પોલીસે તેની ઘણી વાર ધરપકડ કરી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને આ ધંધા સાથે સંકળાયેલા અન્ય લોકોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.