north korea/ કિમ જોંગએ ફરી પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એકવાર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. જો કે ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે ઉત્તર કોરિયાએ હજુ સુધી પરમાણુ મિસાઈલ મેળવી નથી.

Top Stories World

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એકવાર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. જો કે ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે ઉત્તર કોરિયાએ હજુ સુધી પરમાણુ મિસાઈલ મેળવી નથી. આ દરમિયાન, સોમવારે ઉત્તર કોરિયાએ પાંચ મહિનામાં તેની પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. કિમ જોંગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ દુશ્મન તેને પરમાણુ હથિયારોથી ઉશ્કેરશે તો તે પરમાણુ હુમલો કરવામાં અચકાશે નહીં.

મળતી માહિતી અનુશાર ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણમાં સામેલ સૈનિકોની પ્રશંસા કરી હતી. સાથે જ કહ્યું કે દેશની નીતિ છે કે દુશ્મન દેશો દ્વારા ઉશ્કેરવામાં આવે તો પરમાણુ હુમલો કરવામાં કોઈ ખચકાટ નહીં રહે. ગયા વર્ષથી ઉત્તર કોરિયામાં પરમાણુ હથિયારોના પરીક્ષણમાં વધારો થયો છે અને દેશના નેતા કિમ જોંગ ઉને અનેક વખત પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી છે.

ઉત્તર કોરિયા પાસે પરમાણુ મિસાઈલ છે કે નહીં, જાણો શું કહે છે નિષ્ણાતો?

જોકે, ઘણા વિદેશી નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ હજુ સુધી સક્ષમ પરમાણુ મિસાઈલ મેળવી નથી. ઉત્તર કોરિયાએ સોમવારે પાંચ મહિનામાં તેનું પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણ કર્યું. ઉત્તર કોરિયાએ તેના પરમાણુ કાર્યક્રમોને વધારવા માટે તાજેતરની યુએસ-દક્ષિણ કોરિયાની બેઠકનો ઉલ્લેખ કર્યો હતો.

માહિતી અનુશાર કિમ બુધવારે જનરલ મિસાઇલ બ્યુરોમાં સૈનિકોને મળ્યા હતા અને ઘન-ઇંધણ હવાસોંગ-18 મિસાઇલના પ્રક્ષેપણ પર તેમને અભિનંદન આપ્યા હતા.મીટિંગ દરમિયાન કિમે કહ્યું કે “જો દુશ્મન તેમને પરમાણુ હથિયારોથી ઉશ્કેરે છે, તો તે પરમાણુ હુમલો કરવામાં અચકાશે નહીં.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા

આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન