congress leder/ સોનાની દાણચોરી મામલે દિલ્હી એરપોર્ટ પરથી શશિ થરૂરના સહાયકની કરાઈ ધરપકડ, જાણો શું કહ્યું

દિલ્હી કસ્ટમ્સે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના સહાયકની ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.

Top Stories India Breaking News

દિલ્હી એરપોર્ટ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, દિલ્હી કસ્ટમ્સે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના સહાયકની ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર કસ્ટમ્સે સોનાની દાણચોરીના કેસમાં શશિ થરૂરના સહાયકની ધરપકડ કરી છે. આ ઘટના સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે. કોંગ્રેસના નેતા શશિ થરૂરે સોનાની દાણચોરીના કેસમાં તેમના અંગત સહાયક શિવ કુમારની ધરપકડ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે તેને આશ્ચર્ય થયું.

શશિ થરૂરે શું કહ્યું?
આ બાબતે શશિ થરૂરે કહ્યું કે અત્યારે હું ધર્મશાળામાં છું. મારા સ્ટાફના ભૂતપૂર્વ સભ્ય સાથે સંકળાયેલી ઘટના વિશે સાંભળીને મને આઘાત લાગ્યો છે. થરૂરે કહ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિ એરપોર્ટ સુવિધા સહાયના મામલામાં અંશકાલિક મદદ કરી રહ્યો હતો. થરૂરે કહ્યું છે કે સંબંધિત વ્યક્તિ 72 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ છે જે વારંવાર ડાયાલિસિસ કરાવે છે. તેને અનુકંપાનાં આધારે પાર્ટ ટાઈમ ધોરણે નોકરી પર રાખવામાં આવ્યો હતો. થરૂરે કહ્યું કે હું અધિકારીઓને આ મામલાની તપાસ માટે જરૂરી પગલાં લેવાના તેમના પ્રયાસોમાં સંપૂર્ણ સમર્થન આપું છું. કાયદાએ તેનો માર્ગ અપનાવવો જોઈએ.

શું છે સમગ્ર મામલો?
દિલ્હી કસ્ટમ્સે શશિ થરૂરના સહાયક શિવકુમારની ધરપકડ કરી છે. કસ્ટમ્સે સોનાની દાણચોરીના કેસમાં શિવકુમારની ધરપકડ કરી છે. કસ્ટમ સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવ કુમાર આઈજીઆઈ એરપોર્ટ પર તેના એક માણસ પાસેથી વિદેશથી લાવેલું સોનું લઈ રહ્યો હતો. પછી કસ્ટમે તેને પકડી લીધો.

30 લાખની કિંમતનું સોનું ઝડપાયું
મળતી માહિતી મુજબ, શશિ થરૂરના સહાયક પાસેથી મળી આવેલા સોનાની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે. તે દુબઈથી આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે કસ્ટમ અધિકારીઓએ તેની પૂછપરછ કરી છે. મળતી માહિતી મુજબ તેમને પૂછવામાં આવ્યું છે કે આ સોનાનો સ્ત્રોત શું છે. તે આ સોનું ભારત શા માટે લાવી રહ્યો હતો?

અત્યાર સુધી શું બન્યું
કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, 29 મેના રોજ એક મુસાફર બેંગકોકથી દિલ્હીની ફ્લાઈટ નંબર TG323 દ્વારા IGI એરપોર્ટ પર ઉતર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પેસેન્જરને રિસીવ કરવા એરપોર્ટ પહોંચેલા અન્ય વ્યક્તિ પણ દાણચોરીમાં સામેલ હતા. પેસેન્જરને રિસીવ કરવા આવેલા વ્યક્તિ પાસેથી 500 ગ્રામની સોનાની ચેઈન મળી આવી છે. આ ચેન આ વ્યક્તિને અરાઇવલ હોલની અંદર જ પેસેન્જરે આપી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ પાસે માન્ય એરોડ્રોમ એન્ટ્રી પરમિટ હતી. જે સંસદ સભ્યની પ્રોટોકોલ ટીમ માટે હતી. ઝડપાયેલા સોનાની કિંમત 35 લાખ 22 હજાર રૂપિયા છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IRDAI હેલ્થ ઇન્સ્યોરન્સ મામલે લીધો મહત્વનો નિર્ણય, 1 કલાકમાં જ આપવી પડશે કેશલેસ ટ્રીટમેન્ટની મંજૂરી

આ પણ વાંચો: PM મોદીના કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન મામલે વિપક્ષના પ્રહાર, ટેલિકાસ્ટ પર કરશે ફરિયાદ

આ પણ વાંચો: લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન ‘સેન્સરની ભૂલ’ ?