ઢોર ડબ્બાનું રિયાલીટી/ જામનગરમાં ઢોર ડબ્બાની હાલત દયનીય, રખડતા ઢોરથી જનતા ત્રાહીમામ  

જામનગરમાં રણજીતસાગર ડેમ નજીક આવેલા ઢોર ડબ્બામાં અંદાજે 500 જેટલા પશુઓને રાખવામાં આવ્યા છે. આ ઢોર ડબ્બાની જગ્યા ખુબ જ નાની હોવાથી એક સાથે 500 જેટલા પશુઓ રહી શકે તેવી વ્યવસ્થા જ નથી.

Gujarat Others
Untitled 76 4 જામનગરમાં ઢોર ડબ્બાની હાલત દયનીય, રખડતા ઢોરથી જનતા ત્રાહીમામ  

@સંજય વાઘેલા

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકા દ્વારા પશુ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા રખડતા પશુઓને પકડીને ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે. જો કે આ ઢોર ડબ્બાની હાલક અત્યંત દયનીય હોવાનું મંતવ્ય રિયાલિટી ચેકમાં બહાર આવ્યું છે.

Untitled 76 5 જામનગરમાં ઢોર ડબ્બાની હાલત દયનીય, રખડતા ઢોરથી જનતા ત્રાહીમામ  

જામનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી હતી, અંતે આળસ ખંખેરીને મહાનગર પાલિકાના તંત્રએ આળસ ખંખેરીને ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી, જો કે ફરી એકવાર તંત્રની અણઘડ કામગીરી સામે આવી છે. જેમાં શહેરમાંથી જે પશુઓને પકડવામાં આવે છે તેને શહેરની બહાર રણજીત સાગર ડેમ પાસે આવેલા ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે. જો કે આ ઢોર ડબ્બામાં અબોલ જીવ પર અમાનવીય વ્યવહાર થઇ રહ્યો છે.

Untitled 76 6 જામનગરમાં ઢોર ડબ્બાની હાલત દયનીય, રખડતા ઢોરથી જનતા ત્રાહીમામ  

જામનગરમાં રણજીતસાગર ડેમ નજીક આવેલા ઢોર ડબ્બામાં અંદાજે 500 જેટલા પશુઓને રાખવામાં આવ્યા છે. આ ઢોર ડબ્બાની જગ્યા ખુબ જ નાની હોવાથી એક સાથે 500 જેટલા પશુઓ રહી શકે તેવી વ્યવસ્થા જ નથી. બીજી બાજુ દરરોજ ચારથી પાંચ પશુઓના મોત પણ થઇ રહ્યાં છે. ઢોર ડબ્બો નાનો હોવાથી તેની અંદર પશુઓ વચ્ચે અવાર નવાર ઇનફાઇટ પણ સર્જાઇ છે જેના કારણે અનેક પશુઓના મોત થઇ રહ્યાં છે.

Untitled 76 7 જામનગરમાં ઢોર ડબ્બાની હાલત દયનીય, રખડતા ઢોરથી જનતા ત્રાહીમામ  

જામનગર મહાનગર પાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદાએ જણાવ્યું કે અમે છાશવારે આ મુદ્દે રજૂઆત પણ કરી છે તેમ છતા આ બાબતે કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. હજુ પણ અહીં દરરોજ પાંચથી છ પશુઓના મોત થઇ રહ્યાં છે. જો તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ બાબતે અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ