અમદાવાદ/ બોપલમાં કુરિયર બોય બની આવેલ શખ્શોએ ચાકુની અણીએ ચલાવી લૂંટ

કુરિયર કંપનીના ડિલિવરી બોયના સ્વાંગમાં આવેલા 4 ઈસમોએ દંપતીના ઘરમાં ઘૂસીને છરીની બતાવીને લાખોની લૂંટ ચલાવી છે.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 11 08T123427.968 બોપલમાં કુરિયર બોય બની આવેલ શખ્શોએ ચાકુની અણીએ ચલાવી લૂંટ
  • અમદાવાદ: બોપલમાં કુરિયરના નામે લૂંટ
  • મહિલાએ દરવાજો ખોલતા જ 3 ઈસમો ઘરમાં પ્રવેશ્યા
  • ગળા પર છરી મુકી દાગીના રોકડ રકમની લૂંટ કરાઇ
  • રોકડ રકમ સહિત 1.11 લાખની ચલાવી લૂંટ

Ahmedabad News: તાજેતરમાં અમદાવાદના બોપલમાં ઘરમાં એકલી રહેતી મહિલાસાથે બળાત્કાર અને લૂંટની ઘટનાઓ સામે આવી હતી. વધુ એક બનાવ બોપલ પોલીસના ચોપડે નોંધાયો છે. જેમાં કુરિયર કંપનીના ડિલિવરી બોયના સ્વાંગમાં આવેલા 4 ઈસમોએ દંપતીના ઘરમાં ઘૂસીને છરીની બતાવીને લાખોની લૂંટ ચલાવી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના બોપલમાં કુરિયર બોયએ સહિ કરવાના બહાને ઘરનો દરવાજો ખોલાવ્યો હતો. જેમાં મહિલાએ દરવાજો ખોલતા જ 3 શખ્સો ઘરમાં પ્રવેશ્યા હતો. અને ગળા પર છરી મુકી દાગીના રોકડ સહિત રૂપિયા 1.11 લાખની લૂંટ કરી ફરાર થયા છે.

આ દરમિયાન એક ઈસમો મારું ગળુ દબાવીને રાખ્યું હતુ અને બીજા ઈશમો મારી પાસેથી ઘરની તિજોરીની ચાવી લઈને તેમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 1.10 લાખની લૂંટ ચલાવી હતી.જો કે પુષ્પાબેને બૂમાબૂમ કરતાં ફ્લેટની બહાર આવેલી દુકાનના માલિકોએ તેમનો પીછો કર્યો હતો. જો કે ત્રણેય ઈસમો નજીકમાં ઉભી રહેલી સ્વીફ્ટ ગાડીમાં બેસીને ફરાર થઈ ગયા હતા.

આ કેસમાં પુષ્પાબેન પટેલની ફરિયાદના આધારે બોપાલ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બોપલમાં કુરિયર બોય બની આવેલ શખ્શોએ ચાકુની અણીએ ચલાવી લૂંટ


આ પણ વાંચો:રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો