Not Set/ નકલી PSI બનીને અનેક લોકોને છેતરનાર આખરે પોલીસના હાથે પકડાયો

અમદાવાદ, શહેરકોટડા પોલીસે નકલી PSI બનીને છેતરપિંડી કરતાં શખ્સની ધરપકડ કરી છે.આ શખ્સનું નામ ધનશ્યામ દલવાડી છે અને છેલ્લા 8 મહિનાથી લોકોને પોતે PSI હોવાનું કહીને ડરાવતો ધમકાવતો અને છેતરપિંડી કરતો હતો. આ અંગેની શહેરકોટડા પોલીસને ફરિયાદ મળતાં શહેરકોટડા પોલીસ એલર્ટ થઇ હતી અને બાદમાં ઘનશ્યામ દલવાડી નામના નકલી PSIને પકડવા માટેની તજવીજ હાથ ધરી […]

Top Stories Ahmedabad Gujarat Trending
w 1 નકલી PSI બનીને અનેક લોકોને છેતરનાર આખરે પોલીસના હાથે પકડાયો

અમદાવાદ,

શહેરકોટડા પોલીસે નકલી PSI બનીને છેતરપિંડી કરતાં શખ્સની ધરપકડ કરી છે.આ શખ્સનું નામ ધનશ્યામ દલવાડી છે અને છેલ્લા 8 મહિનાથી લોકોને પોતે PSI હોવાનું કહીને ડરાવતો ધમકાવતો અને છેતરપિંડી કરતો હતો.

આ અંગેની શહેરકોટડા પોલીસને ફરિયાદ મળતાં શહેરકોટડા પોલીસ એલર્ટ થઇ હતી અને બાદમાં ઘનશ્યામ દલવાડી નામના નકલી PSIને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી.તપાસ દરમિયાન આ નકલી PSIને ખોખરા વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો.

જે બાદમાં પોલીસે આ નકલી PSIનો અગાઉનો રેકોર્ડ ચેક કર્યો હતો.જેમાં આ ઘનશ્યામ દલવાડી અગાઉ પણ કોઇ કેસમાં વોન્ટેડ આરોપી રહી ચૂક્યો હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠ્યો હતો.પોલીસે જનતાને આવા છેતરપિંડી કરતાં તત્વોથી સાવધાન રહેવાની પણ અપીલ કરી હતી.