ગુજરાત/ કોના કહેવાથી તાપીની સરકારી શાળામાં પીરસાયું નોનવેજ? જાણો વિગત

શાળામાં ઇન્સપેક્શન બાદ નોનવેજ પાર્ટી યોજાઇ. શાળાના શિક્ષકો પોતે નોનવેજ ભોજન જમ્યા અને તે બાદ બાળકોને પણ નોનવેજ ખવડાવવામાં આવ્યું.

Gujarat Others
સરકારી શાળામાં

ગુજરાતના તાપીમાંથી ચોંકાવનારાની ઘટના સામે આવીછે. અહીં સરકારી શાળામાં નોનવેજ પીરસાયું હોવાનું સામે આવ્યું છે. જણાવીએ કે, ઉચ્છલ તાલુકાના મોગરણ ગામની શાળામાં ચૈત્ર મહિનાની આઠમના દિવસે નોનવેજ પિરસવામાં આવ્યુ હતું. શાળામાં ઇન્સપેક્શન બાદ નોનવેજ પાર્ટી યોજાઇ. શાળાના શિક્ષકો પોતે નોનવેજ ભોજન જમ્યા અને તે બાદ બાળકોને પણ નોનવેજ ખવડાવવામાં આવ્યું.

તારીખ 09-04-2022ના રોજ ચૈત્ર મહિનાની આઠમના પવિત્ર દિવસે શાળામાં માંસ પીરસયું હતુ. જેમાં શિક્ષકોએ જમ્યા બાદ બાળકોને પણ માંસ ખવડાવવામાં આવ્યું છે. એક તરફ સરકાર શાળાઓમાં પવિત્ર ભગવદ ગીતા ભણાવવા જઇ રહી છે ત્યારે સરસ્વતીધામમાં મટન પાર્ટી કેટલી યોગ્ય છે. શાળામાં ઇન્સ્પેકશન અને બાદમાં મટન પાર્ટી યોજાઈ હતી.

સૌથી મહત્વની વાત એ છે કે તાલુકા શિક્ષણ અધિકારી યોહાન ગામિત પણ પાર્ટીમાં હાજર રહ્યા. એક તરફ સરકાર શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવા જઇ રહી છે. તો બીજી તરફ સરકારી શાળાઓમાં જ નોનવેજની પાર્ટી યોજાતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તો બીજી તરફ, શાળામાં નોનવેજ પિરસવાના મામલે શાળાના આચાર્ય જયેશભાઇએ પ્રતિક્રિયા આપી કે, શાળામાં નિરીક્ષણ કરવા આવેલા શિક્ષકો પૈકીના એક શિક્ષક મનીષભાઈ પોતાની સાથે નોનવેજ લાવ્યા હતા. મધ્યાહન ભોજન આપ્યા બાદ શાળામાં રજા આપી દેવાઈ હતી પરંતુ ટેબલ મુકવા અમે કેટલાક બાળકોને શાળામાં રોકી રાખ્યા હતા. બાળકોએ નોનવેજ ખાધું હતું કે નહીં એ બાબતે મને જાણ નથી.

આ પણ વાંચો:મારી નિષ્ક્રિયતા જ મારું રાજીનામું છેઃ કામિની બા

આ પણ વાંચો:પાલડી વિકાસ ગૃહમાં બની અજીબ ઘટના, ટોયલેટમાં જ ગર્ભવતી મહિલાની ડિલિવરી થતા કમોડમાં ફસાઈ