નવસારી/ એક જ પરિવારના 23 લોકો સાથે થઈ છેતરપિંડી, કર્યું હતું કરોડોનું રોકાણ…

નવસારીમાં એક જ પરિવારના 23 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 01 09T193041.762 એક જ પરિવારના 23 લોકો સાથે થઈ છેતરપિંડી, કર્યું હતું કરોડોનું રોકાણ...

Navsari News : નવસારીમાં એક જ પરિવારના 23 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. જ્વેલરીનો બિઝનેસ કરતા વ્યક્તિ અને તેમના મિત્ર અને સંબંધી વર્તુળોને રૂપિયા 2 કરોડનું ઊંચુ વ્યાજ આપવાની લાલચ આપી FDમાં રોકાણ કરાવ્યું હતું. બાદમાં લેતીના સમયે રૂપિયા આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

મળતી માહિતી મુજબ, 10 ઓગસ્ટના રોજ આરોપીઓએ ભોગ બનનારામાંના એક ચંદ્રકાંત પટેલનું ઘર ખરીદવાનું કહી ઘર જોવા માટે આવ્યા હતા. પછી ઘર પસંદ હોઈ રૂ. 51 લાખનો ચેક આપ્યો હતો. ચેક ક્લિયર કરાવતી વેળા રકમ પૂરતી નથી તેમ કહી ચેક ક્લિયર કરાવતા અટકાવ્યો હતો. બાદમાં આરોપીઓએ અમારી બેંકમાં રોકાણ કરો તેવું જણાવ્યું હતું. આથી ચંદ્રકાંતભાઈએ તરોટા બજાર ખાતે આવેલી પદ્માવતી ફિનવેક્સ નિધિની ઓફિસે જવાનું શરૂ કર્યું હતું.

સમય જતાં પરિચય ગાઢ થતાં આરોપીઓએ લોન આપવાનું જાળુ પાથર્યું હતું. તેમને જણાવવામાં આવ્યું હતું કે, અમે RBIની નીતિ નિયમો મુજબ ચાલીએ છીએ. અમે વ્યાજનો દર વધુ આપીએ છીએ. FD, રિકરિંગ ડિપોઝિટ, સુકન્યા યોજના, સોનાના દાગીના સામે લોન ગીરવે આપવું, મિલકત લોન, સરકારી બોન્ડ પર લોન, વીમા પોલિસી, વગેરે પર લોન આપવાનું કામ કરીએ છીએ, તેવું કહ્યું હતું.

જો તમે મૂડી રોકાણ કરશો તો તમને ભવિષ્યમાં ફાયદો થશે. અમે પાક્કુ બિલ આપીએ છીએ. બેંકના શેર બહાર પાડવાની છીએ. રોકાણ મુજબ 1 શેરના 10 રૂપિયા મળશે. તમે પોતે બેંકના માલિક પણ થઈ શકો છો.આ પ્રકારની લોભામણી લાલચ આપી ચંદ્રકાંત પટેલ પોતે તેમજ તેમના પત્ની, પુત્રી, ભાભી, પિતરાઈ ભાઈ, ભત્રીજો, વેવાઈ- તેમના ભાઈ, અને મિત્રો સહિતના તેમની વાતમાં આવી ગયા હતા. આ રીતે કુલ 23 લોકો સાથે છેતરપિંડી થઈ રૂપિયા 2 લાખ 17 હજારથી પણ વધુની રકમ FD કરાવી હતી.

પણ જ્યારે સમય મુજબ પૈસા આપવાના થયા ત્યારે સંચાલકોએ હાથ ઊંચા કરી લીધા હતા. જેથી સમગ્ર ઘટના અંગે ચંદ્રકાંત પટેલે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પદ્માવતી ફિનવેક્સ નિધિના સંચાલક કલ્પેશ કોઠારી, ફિરદોસ ઘાઈ, રીયા પટેલ, જીતુ પટેલ સહિતના લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત પોલીસે આરોપીઓને પકડી લીધા છે અને આ ઘટનાની સઘન તપાસ પણ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા