Not Set/ વર્જિનીટી ટેસ્ટ કરાવવાનો વિરોધ કરતા યુવતીને ન રમવા દીધા ગરબા

પુણે પુણેમાં ભાટનગર વિસ્તારમાં એક ૨૩ વર્ષની યુવતીને ગરબા રમવા માટે મનાઈ કરવામાં આવી હતી. આ મનાઈ પાછળનું કારણ વિચિત્ર હતું. આ યુવતીને ગરબા રમવા માટે એટલા માટે રોકવામાં આવી હતી કારણ કે લગ્ન પહેલા તેણે વર્જિનીટી ટેસ્ટ કરાવવાનો વિરોધ કર્યો હતો. Filed a police complaint in Pimpri-Chinchawad after members of my community didn't allow […]

Top Stories India Trending
gal વર્જિનીટી ટેસ્ટ કરાવવાનો વિરોધ કરતા યુવતીને ન રમવા દીધા ગરબા

પુણે

પુણેમાં ભાટનગર વિસ્તારમાં એક ૨૩ વર્ષની યુવતીને ગરબા રમવા માટે મનાઈ કરવામાં આવી હતી. આ મનાઈ પાછળનું કારણ વિચિત્ર હતું. આ યુવતીને ગરબા રમવા માટે એટલા માટે રોકવામાં આવી હતી કારણ કે લગ્ન પહેલા તેણે વર્જિનીટી ટેસ્ટ કરાવવાનો વિરોધ કર્યો હતો.

આ યુવતીનું નામ એશ્વર્યા તમયચીકર છે. એશ્વર્યા પુણેમાં અભ્યાસ કરી રહી છે. લગ્ન સમયે વર્જિનીટી ટેસ્ટ કરાવવાનો વિરોધ કરતા સમાજમાં તેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેણે કરેલી ફરિયાદને આધારે આ સમાજના ૮ અભ્યો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

એશ્વર્યાએ કહ્યું હતું કે વર્ષ ૨૦૧૮માં ૧૨ મે ના રોજ તેણે વિવેક જોડે લગ્ન કર્યા હતા. પરંતુ તેણે લગ્ન પહેલા વર્જિનીટી ટેસ્ટ કરાવવાનો વિરોધ કર્યો હતો જેને લઈને તેને સમાજના કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા દેતા નથી અને તેનો પૂરી રીતે બહિષ્કાર કરી દીધો હતો.

મી ટુ કેમ્પેઈનની સાથે સાથે મહારાષ્ટ્રમાં સ્ટોપ ધ વી રિચ્યુઅલ અભિયાન પણ વેગ પકડી રહ્યો છે. આ અભિયાનમાં લોકો વર્જિનીટી ટેસ્ટનો વિરોઘ કરી રહ્યા છે.

સોમવારે જયારે એશ્વર્યા ગરબા રમવા માટે પહોચી હતી ત્યારે તેને તેને તગેડી મુકવામાં આવી હતી.