Punjab News/ પંજાબ સરકારની મોટી જાહેરાત, 35 હજાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરાશે

પંજાબ સરકારે મંગળવારે એક મોટી જાહેરાત કરી હતી. પંજાબ સરકારે કહ્યું છે કે 35,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે.

Top Stories India
119

પંજાબ સરકારે મંગળવારે એક મોટી જાહેરાત કરી હતી. પંજાબ સરકારે કહ્યું છે કે 35,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મંગળવારે કહ્યું કે તેમની સરકાર 35,000 કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની સેવાઓને નિયમિત કરશે.

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો દાવો, ‘આ તારીખ સુધીમાં ભારતના રસ્તા અમેરિકા જેવા થઈ જશે

“ગ્રૂપ C અને Dના 35,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સેવાઓને નિયમિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,” માનએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું. ભગવંત માને કહ્યું કે, તેમણે આ અંગે મુખ્ય સચિવને સૂચના આપી દીધી છે.

સીએમએ કહ્યું કે તેમની પાર્ટીએ પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે, તે સત્તામાં આવ્યા પછી કરાર આધારિત કર્મચારીઓની સેવાઓને નિયમિત કરશે. આપને જણાવી દઈએ કે, સરકારી વિભાગોમાં 25,000 જગ્યાઓ ભરવાની જાહેરાતના થોડા દિવસો બાદ માનએ આ તાજેતરની જાહેરાત કરી છે.

આ પણ વાંચો:લ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એક થશે, કેન્દ્રીય કેબિનેટે બિલને આપી મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે મંગળવારે દિલ્હીમાં ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિલીનીકરણને મંજૂરી આપી દીધી છે. હવે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) બિલ સંસદના ચાલુ બજેટ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સરકારી સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી.

સૂત્રોએ જણાવ્યું હતું કે સંકલિત મ્યુનિસિપલ કોર્પોરેશન નાણાકીય સંસાધનોના યોગ્ય અને સમાન ઉપયોગ માટે સુસજ્જ એકમ હશે જે વધતી જતી જવાબદારીઓને ઘટાડશે, ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનોની કામગીરી પરના ખર્ચમાં ઘટાડો કરશે તેમજ રાજધાનીની નાગરિક સેવાઓમાં સુધારો કરશે.

તેમણે કહ્યું કે, દિલ્હીના લોકોને વધુ પારદર્શિતા, બહેતર શાસન અને નાગરિક સેવાઓની વધુ કાર્યક્ષમ ડિલિવરી માટે વધુ મજબૂત ડિલિવરી આર્કિટેક્ચરની ખાતરી કરવા માટે, 1957ના મૂળ કાયદામાં કેટલાક વધુ સુધારાઓને પણ મંજૂરી આપવામાં આવી છે. આ સુધારો હાલની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનોને મર્જ કરીને દિલ્હીની એકીકૃત મ્યુનિસિપલ કોર્પોરેશનની જોગવાઈ કરે છે.

આ પણ વાંચો:વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ, પૂર્વ સાંસદ દેવજી ફતેપરા બોલાવશે કોળી સંમેલન