વન-ડે વર્લ્ડ કપમાં ગુરૂવારે પુણેમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 256 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 41.3 ઓવરમાં 257 રનના ટાર્ગેટને પાર પાડીને આસાનીથી મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમે વર્લ્ડકપમાં સતત ચોથી મેચ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે હવે ટીમ ઈન્ડિયા 22 તારીખે ન્યૂઝીલેન્ડ સામે રમશે.
બાંગ્લાદેશે આપેલા 257 રનના લક્ષ્યાંકને પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શરૂઆત શાનદાર રહી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલએ પ્રથમ વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી. જોકે, રોહિત ફિફ્ટી મારવાથી ચૂકી ગયો હતો. શુભમન ગિલે 55 બોલમાં 2 સિક્સ અને 5 ફોરની મદદથી 53 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલીએ ફટકારી શાનદાર સદી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત શાનદાર રહી હતી. લિટન દાસ અને તન્ઝીદ હસન વચ્ચે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી. એટલું જ નહીં બંને ખેલાડીઓ ફિફ્ટી ફટકારીને આઉટ થયા હતા. જ્યારે ભારતીય ટીમ તરફથી જાડેજા, સિરાજ અને બુમરાહે બે-બે વિકેટ લીધી હતી.
ભારતીયટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશની ટીમ : નઝમુલ હસન શાન્તો (કેપ્ટન), લિટન દાસ, તન્ઝીદ હસન, મેહદી હસન મિરાઝ, તોહીદ હ્રિદોય, મુશ્ફિકુર રહીમ(વિકેટકીપર), મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, હસન મહમુદ, મુસ્તફિઝુર રહેમાન અને શોરીફુલ ઈસ્લામ.
