PM Modi at Mehsana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે ‘કોંગ્રેસ મોડલ’ એટલે ભત્રીજાવાદ, જાતિવાદ, કોમવાદ અને વોટ બેંકની રાજનીતિ. ઉત્તર ગુજરાતના મહેસાણામાં જ્યાં આગામી મહિને બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, મોદીએ કહ્યું કે કોંગ્રેસે માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને બરબાદ કર્યો છે. જનતાને સંબોધતા વડાપ્રધાને કહ્યું, “કોંગ્રેસ મોડલનો અર્થ છે ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ, વંશવાદ, કોમવાદ અને જાતિવાદ. તેઓ વોટ બેંકની રાજનીતિમાં સામેલ થવા અને સત્તામાં રહેવા માટે લોકોમાં તિરાડ પેદા કરવા માટે જાણીતા છે. આ મોડલે માત્ર ગુજરાતને જ નહીં, ભારતને પણ બરબાદ કરી દીધું છે. આ જ કારણ છે કે આજે આપણે દેશને આગળ લઈ જવા માટે સખત મહેનત કરવી પડશે.
વડાપ્રધાન દિવસ દરમિયાન દાહોદ, વડોદરા અને ભાવનગરમાં ચૂંટણી રેલીઓને પણ સંબોધવાના છે. આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ચૂંટણી રેલીને સંબોધી હતી. ત્યારબાદ પીએમ મોદીએ જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે સરકાર અને જનતાના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ ગુંજી રહ્યું છે. તેને વ્યર્થ ન જવા દો.
આ પણ વાંચો: Gujarat Assembly Election 2022/ગઢડા અને બોટાદ બેઠક પર ભાજપનો પ્રચાર, ભાજપ
