લોકસભા/ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો દાવો, ‘આ તારીખ સુધીમાં ભારતના રસ્તા અમેરિકા જેવા થઈ જશે

કેન્દ્રીય પરિવહન અને માર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું હતું કે, અમેરિકા સમૃદ્ધ છે કારણ કે અમેરિકન રસ્તાઓ સારા છે. ભારતને સમૃદ્ધ બનાવવા માટે હું સુનિશ્ચિત કરું છું..

Top Stories India
Nitin Gadkari

કેન્દ્રીય પરિવહન અને માર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું હતું કે, અમેરિકા સમૃદ્ધ છે કારણ કે અમેરિકન રસ્તાઓ સારા છે. ભારતને સમૃદ્ધ બનાવવા માટે હું સુનિશ્ચિત કરું છું કે ભારતનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિસેમ્બર 2024 પહેલા અમેરિકા જેવું હશે.

એક દિવસ પહેલા જ બીજેપી સાંસદ તાપીર ગાઓએ નીતિન ગડકરીને ‘સ્પાઈડરમેન’ કહ્યા હતા. તાપીર ગાઓએ લોકસભામાં આ વર્ષ માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય માટે અનુદાનની માંગણીઓ પર ચર્ચા દરમિયાન આ સંદર્ભમાં નિવેદન આપ્યું હતું.

બીજેપી સાંસદ તાપીર ગાઓએ રોડ નિર્માણ માટે સરકારના વખાણ કરતા રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીને ‘સ્પાઈડરમેન’ ગણાવ્યા જેઓ દેશમાં રસ્તાઓનું નેટવર્ક બિછાવે છે. તાપીર ગાઓએ કહ્યું, ‘મેં નીતિન ગડકરીનું નામ સ્પાઈડર મેન તરીકે રાખ્યું છે, કારણ કે તેમણે જેમ કરોળિયો જાળું બિછાવે છે તેમ રસ્તાઓનું નેટવર્ક બિછાવ્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકાર આવ્યા બાદ ચીન સાથેની સરહદ પાસે રોડ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

અરુણાચલ પ્રદેશના લોકસભા સાંસદે પોતાના રાજ્યમાં અનેક રસ્તાઓના નિર્માણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “મોદી હૈ તો મુમકીન હૈ, ગડકરી હૈ તો મુમકીન હૈ.” તાપીર ગાઓએ કહ્યું, ‘હું આશા રાખું છું કે સ્પાઈડર મેન જે ગતિએ તે રસ્તાઓ બનાવી રહ્યો છે તેની સાથે આગળ વધતો રહેશે.