એલર્ટ/ મહારાષ્ટ્રમાં કોરોનાનો આંક જાણે કહી રહ્યો છે- ‘ડરના જરૂરી હૈ!’

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. ત્યારે થોડા દિવસો પહેલા ભારતમાં કોરોનાનાં આંકડા ઓછા દેખાઇ રહ્યા હતા…

Top Stories India
ગરમી 42 મહારાષ્ટ્રમાં કોરોનાનો આંક જાણે કહી રહ્યો છે- 'ડરના જરૂરી હૈ!'
  • મહારાષ્ટ્રમાં કોરોના ફરી બેકાબુ
  • મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 15 હજારથી વધુ કેસ
  • 24 કલાકમાં 11 હજાર દર્દીને કરાયા રિકવર
  • મહારાષ્ટ્રમાં સ્થિતિ વકરતાં તંત્ર એલર્ટ પર
  • મહારાષ્ટ્રમાં હાલ 1.10 લાખ એક્ટિવ કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. ત્યારે થોડા દિવસો પહેલા ભારતમાં કોરોનાનાં આંકડા ઓછા દેખાઇ રહ્યા હતા, ત્યારબાદ જો આજે કોરોનાનાં આંક જોઇએ તો તેમા વધારો દેખાઇ રહ્યો છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે. અહી સ્થિતિ સરકારનાં હાથમાથી જઇ રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 15 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

Covid-19 / કોરોના બન્યો બેકાબૂ, છેલ્લાં 24 કલાકમાં 25 હજાર નવા કેસ, મહારાષ્ટ્રમાં રેકોર્ડ કેસ સામે આવ્યા

ભારતમાં, કોરોના વાયરસ સામે લોકોને બચાવવા રસીકરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જો કે આ ઉપરાંત પોઝિટિવ કેસોમાં થયેલા વધારાથી ફરી એકવાર ચિંતા ઉભી થઈ છે. સૌથી વધુ ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે, જ્યાં શુક્રવારે 15,817 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં એક જ દિવસે નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઘણા શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેમ છતા, અહી બેદરકારીનાં દ્રશ્યો સતત જોવા મળી રહ્યા છે.

World / ઉઈગર મુસ્લિમો ચીનના ગળાનો ગાળીયો બની રહ્યા છે, જાણો અમેરિકન સૈન્ય અધિકારીએ ચેતવણી કેમ આપી

કોરોનાનાં કારણે શુક્રવારે મહારાષ્ટ્રમાં 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 2021 માં મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં નોંધાયેલા આ સૌથી મોટા કોરોનાનાં આંક છે. રાહતની વાત એ છે કે રાજ્યમાં શુક્રવારે 11,344 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, રાજ્યમાં રિકવરી દર 92.79 ટકા સુધી પહોંચ્યો છે. જો કે સ્થિતિને દેખતા મહારાષ્ટ્રમાં તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યુ છે. હાલમાં મહારાષ્ટ્રમાં કોરોનાનાં એક્ટિવ 1.10 લાખ કેસ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ