મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે અજગરી ફૂફાડો માર્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં, 503 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં વધુમાં વધુ 68,631 લોકો સંક્રમિત મળી આવ્યા છે. મહારાષ્ટ્રમાં કર્ફ્યુ હોવા છતાં, મૃત્યુ અને ચેપનું પ્રમાણ સતત રોકેટ ગતિએ વધી રહ્યું છે.
આરોગ્ય વિભાગના આંકડા મુજબ, હવે મહારાષ્ટ્રમાં મૃત્યુઆંકની કુલ સંખ્યા 60,473 પર પહોંચી ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાક દરમિયાન, 45,654 ચેપગ્રસ્ત દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. હાલમાં મહારાષ્ટ્રમાં 6 લાખ 70 હજાર 388 એક્ટિવ કોરોના દર્દીઓ છે. જેની સારવાર કરવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 31 લાખ 6 હજાર 828 લોકો કોરોના ચેપથી સ્વસ્થ્ય થયા છે.
મુંબાઈમાં બેકાબૂ કોરોના
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના ચેપના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં 8479 નવા કેસની પુષ્ટિ થઈ છે. આ સમય દરમિયાન, 53 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. મુંબઇમાં હાલમાં 87 હજાર 8 88 એક્ટિવ કેસ છે, મુંબઈમાં મોતનો આંક હવે 12347 પર પહોચ્યો છે.
દૈનિક રેકોર્ડ કેસ
શનિવારે, મહારાષ્ટ્રમાં 67,123 નવા કેસ નોંધાયા હતા અને આ રોગને કારણે 419 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અગાઉં શુક્રવારે 63,729 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો હતો અને 398 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. ગુરુવારે 61 હજાર 695 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો હતો અને 349 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. બુધવારે 58,952 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો હતો અને 278 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. તે જ સમયે, મંગળવારે, 60212 લોકો, સોમવારે 51751 અને રવિવારે 63,294 લોકોને કોરોનાથી સૌથી વધુ ચેપ લાગ્યો હતો.