Not Set/ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું – જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થવા માટે કેટલો સમય લાગશે….?

સુપ્રીમ કોર્ટે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધ અને કર્ફ્યુ હટાવવા અને મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની માંગ, અંગે કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે કેન્દ્રને થોડો સમય આપવો જોઇએ. સરકારે પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે પ્રયાસ કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે, જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સામાન્ય થવામાં કેટલો સમય લાગશે? […]

India
Supreme courtofIndia સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું - જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થવા માટે કેટલો સમય લાગશે....?

સુપ્રીમ કોર્ટે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધ અને કર્ફ્યુ હટાવવા અને મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની માંગ, અંગે કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે કેન્દ્રને થોડો સમય આપવો જોઇએ. સરકારે પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે પ્રયાસ કરવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે, જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સામાન્ય થવામાં કેટલો સમય લાગશે? તેના જવાબમાં કેન્દ્રએ કહ્યું કે, સમગ્ર પ્રયાસ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે અને કેન્દ્ર પરિસ્થિતિની દિન પ્રતિદિન સમીક્ષા કરી રહ્યું છે. કોર્ટે આ કેસની સુનાવણી બે અઠવાડિયા માટે મોકૂફ રાખી છે અને કહ્યું છે કે પછી પણ જો આવા સંજોગો હશે તો પછી આ મામલા પર વિચાર કરવામાં આવશે.

કેન્દ્રએ કોર્ટને ખાતરી આપી હતી

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, વર્ષ 2016 માં ખીણની પરિસ્થિતિ સામાન્ય થવા પર ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો અને 47 થી વધુ લોકો માર્યા ગયા હતા, પરંતુ આ વખતે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. અમે અદાલતને ખાતરી આપીએ છીએ કે ખીણમાં થોડા દિવસોમાં સામાન્યતા ફરી વળશે.

કોર્ટે કહ્યું કે આ મામલો ગંભીર છે, શું થશે તે કોઈને ખબર નથી. સરકાર કહી રહી છે કે દૈનિક પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. હજી સુધી એક પણ મોતના સમચર સામે નથી આવ્યા. આ અરજીની સુનાવણી ન્યાયાધીશ અરૂણ મિશ્રા, એમઆર શાહ અને અજય રસ્તોગી ની બેંચ કરી રહી છે. આ અંગે તહસીન પૂનાવાલાએ પીઆઈએલ દાખલ કરી છે.

કોર્ટે અનુરાધા ભસીનની અરજી પણ ટૂંક સમયમાં સુનાવણી કરવા જણાવ્યું હતું

આ અગાઉ કોર્ટે કાશ્મીર ટાઇમ્સના એક્ઝિક્યુટિવ એડિટર અનુરાધા ભસીનની અરજીની સુનાવણી પર પણ ટૂંક સમયમાં વિચારણા કરવા જણાવ્યું હતું. અનુરાધા ભસીને આર્ટિકલ 37૦ નાબૂદ કર્યા પછી પત્રકારો પર લાદવામાં આવેલા નિયંત્રણને નાબૂદ કરવાની માંગ કરી હતી.

તેહસીન પૂનાવાલાની અરજી

તેહસીન પૂનાવાલાની અરજીમાં જમ્મુ-કાશ્મીરમાં કર્ફ્યુ અને પ્રતિબંધ હટાવવા અને મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પુન:સ્થાપિત કરવાની તેમજ અરજીમાં અટકાયતી નેતાઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. ગુરુવારે આ અરજી પર કોર્ટથી વહેલી સુનાવણી માંગવામાં આવી હતી, જેના આધારે કોર્ટે આ કેસને સુનાવણી આગામી સપ્તાહે લાવવા માટે ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

 અરજદારોમાં મસુદી પણ છે

અરજદારોમાં નેશનલ કોન્ફરન્સ પાર્ટીના સાંસદ મોહમ્મદ અકબર લોન અને હસૈનન મસુદી પણ સામેલ છે. તેમની અરજીઓએ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ભલામણ વિના આર્ટીકલ  37૦ નાબૂદ કરવા અને રાષ્ટ્રપતિના આદેશને રદ કરવાની માંગ કરી છે. આ મામલે બે વકીલોએ અરજીઓ પણ કરી છે.

સાવચેતી તરીકે લેવામાં આવેલા પગલાં

જણાવવાનું કે, રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાની જોગવાઈ, આર્ટીકલ 370 નાબૂદ કરવાનો આદેશ જારી કર્યો છે. એટલું જ નહીં, જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે. આર્ટીકલ 37૦ નાબૂદ કરવાની દરખાસ્ત સંસદના બંને ગૃહોમાંથી ભારે બહુમતી દ્વારા પસાર કરવામાં આવી હતી અને ત્યારબાદ રાષ્ટ્રપતિએ આ આદેશ જારી કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 37૦ નાબૂદ થયા બાદ સુરક્ષાની દ્રષ્ટિએ સાવચેતી તરીકે કેટલાક પગલા લેવામાં આવ્યા છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.