Corona effect/ ભારતની જીડીપી વૃદ્ધિ દરના અનુમાનમાં થયો ઘટાડો

કોવિડ -19 સંક્રમણનાં ઝડપથી ફેલાવા સાથે, અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતની જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 10 ટકા કરી દીધું છે. આનું કારણ સ્થાનિક સ્તરે લાદવામાં આવતા ‘લોકડાઉન’ ને કારણે આર્થિક રિકવરીનું જોખમ છે. જ્યારે નોમુરાએ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન 13.5 ટકાથી ઘટાડીને 12.6 ટકા કરી દીધું છે, જેપી મોર્ગને હવે વૃદ્ધિનું અનુમાન […]

Business
Untitled 228 ભારતની જીડીપી વૃદ્ધિ દરના અનુમાનમાં થયો ઘટાડો

કોવિડ -19 સંક્રમણનાં ઝડપથી ફેલાવા સાથે, અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતની જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 10 ટકા કરી દીધું છે. આનું કારણ સ્થાનિક સ્તરે લાદવામાં આવતા ‘લોકડાઉન’ ને કારણે આર્થિક રિકવરીનું જોખમ છે. જ્યારે નોમુરાએ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન 13.5 ટકાથી ઘટાડીને 12.6 ટકા કરી દીધું છે, જેપી મોર્ગને હવે વૃદ્ધિનું અનુમાન અગાઉનાં 13 ટકાથી ઘટાડીને 11.5 ટકા કર્યું છે. યુબીએસએ તેની જીડીપી વૃદ્ધિની આગાહી 11.5 ટકાથી ઘટાડીને 10 ટકા અને સિટીએ તેને ઘટાડીને 12 ટકા કરી દીધી છે.

ભારતનો જીડીપી વૃદ્ધિ દર ગયા વર્ષની શરૂઆતમાં આવેલા રોગચાળાનાં પહેલાથી ઘટી રહ્યો હતો, નાણાકીય વર્ષ 2016-17 માં આર્થિક વિકાસ દર 8.3 ટકા હતો, જે આગામી બે વર્ષ 2017-18 અને 2018-19માં અનુક્રમે 6.8 ટકા અને 6.5 ટકા પર આવી ગયો છે. તો 2019-20માં તે ઘટીને 4 ટકા થઈ ગયો છે. જ્યારે મહામારીના કારણે નાણાકીય વર્ષ 2020-21માં આર્થિક વિકાસ દરમાં 8 ટકાનો ઘટાડો થશે, છેલ્લા નાણાકીય વર્ષમાં નબળા તુલનાત્મક આધાર સાથે, વર્તમાન નાણાકીય વર્ષમાં વિકાસ દર બે અંકોમાં અને આગામી નાણાકીય વર્ષ 2022-23માં 6.8 ટકા રહેવાનું અનુમાન છે.

Untitled 227 ભારતની જીડીપી વૃદ્ધિ દરના અનુમાનમાં થયો ઘટાડો