Not Set/ શ્રીલંકા પણ સ્વિટ્ઝરલેન્ડના માર્ગે, બુરખા પર લગાવશે પ્રતિબંધ

વિશ્વના અનેક દેશોમાં ધીમે ધીમે બુરખા પર પ્રતિબંધ લગાવાઇ રહ્યો છે. લોકતાંત્રિક અને ઉદારવાદી દેશોને એવું લાગી રહ્યું છે કે બુરખો ઇસ્લામિક કટ્ટરતાની નિશાની છે અને આનાથી જેહાદી વિચારસરણની પ્રોત્સાહન મળે છે, ખાસ કરીને યુરોપના દેશોને. પરંતુ હવે એશિયાના દેશો પણ તેનું અનુકરણ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શ્રીલંકાએ આ દિશામાં શરૂઆત કરતાં […]

Top Stories World
burka1 શ્રીલંકા પણ સ્વિટ્ઝરલેન્ડના માર્ગે, બુરખા પર લગાવશે પ્રતિબંધ

વિશ્વના અનેક દેશોમાં ધીમે ધીમે બુરખા પર પ્રતિબંધ લગાવાઇ રહ્યો છે. લોકતાંત્રિક અને ઉદારવાદી દેશોને એવું લાગી રહ્યું છે કે બુરખો ઇસ્લામિક કટ્ટરતાની નિશાની છે અને આનાથી જેહાદી વિચારસરણની પ્રોત્સાહન મળે છે, ખાસ કરીને યુરોપના દેશોને. પરંતુ હવે એશિયાના દેશો પણ તેનું અનુકરણ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શ્રીલંકાએ આ દિશામાં શરૂઆત કરતાં બુરખા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે, એટલું જ નહીં તે 1 હજાર ઇસ્લામિક શાળાઓને પણ બંધ કરશે.

Woman in burqa શ્રીલંકા પણ સ્વિટ્ઝરલેન્ડના માર્ગે, બુરખા પર લગાવશે પ્રતિબંધ

મહત્વનું છે કે થોડાક સમય પહેલા સ્વિટ્ઝરલેન્ડે પણ બુરખા પર પ્રતિબંધ લગાવ્યો હતો. એક જનમત સંગ્રહ પછી તેણે આ નિર્ણય લીધો હતો. શ્રીલંકાના જાહેર સુરક્ષા મંત્રી સરથ વેરાસેકેરાએ કહ્યુ કે, તેમણે કેબિનેટની મંજૂરી માટે એક બિલ પર સહી કરી છે. આ બિલમાં રાષ્ટ્રીય સુરક્ષાના આધારે મુસ્લિમ મહિલાઓના બુરખા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. જો આ બિલ કેબિનેટમાં પાસ થાય તો શ્રીલંકાની સંસદ તેના પર કાયદો બનાવી શકે છે.

વેરાસેકેરાએ કહ્યુ કે, સરકારે એક હજારથી વધુ મદરેસાઓ પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી છે. તેમણે તે પણ કહ્યું કે, આ મદરેસા શ્રીલંકાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ભંગ કરી રહ્યાં છે. તેમણે ચેતવણીના સુરમાં કહ્યું કે, કોઈપણ વ્યક્તિ ઇચ્છે ત્યારે સ્કૂલ ન ખોલી શકે અને બાળકોને તમે જે ઈચ્છો તે શીખવાડી પણ ન શકો.

સરથ વેરાસેકેરાએ વધુમાં કહ્યુ કે, પહેલાના સમયમાં મુસ્લિમ મહિલાઓ અને યુવતીઓ બુરખો પહેરતી ન હતી. પરંતુ હાલ આ ચલણ વધી ગયું છે જે ધાર્મિક અતિવાદનો સંકેત આપી રહ્યું છે. અમે ચોક્કસપણે તેના પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યાં છીએ. શ્રીલંકન સરકારના આ કાયદાથી ત્યાં મુસ્લિમોનો ગુસ્સો વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં વર્ષ 2019માં ઇસ્લામીક આતંકવાદીઓએ ચર્ચો અને હોટલોમાં કરેલા હુમલામાં 250થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે થોડાક સમય માટે બુરખા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ન્યૂઝિલેન્ડમાં એક ખ્રિસ્તી યુવક દ્ધારા મસ્જિદોમાં થયેલા હુમલાના જવાબમાં શ્રીલંકામાં ઇસ્લામિક જેહાદીઓએ આ હુમલા કર્યા હતા તેવું અનુમાન વ્યકત કરાયું હતું.