પાકિસ્તાન/ સત્તાના અહંકારે જ ઈમરાનને ખલનાયક બનાવી દીધા

સત્તાના અહંકારે જ ઈમરાનને ખલનાયક બનાવી દીધા

Trending Mantavya Vishesh
રાજકોટ 8 સત્તાના અહંકારે જ ઈમરાનને ખલનાયક બનાવી દીધા

પાકિસ્તાનના પૂર્વ ખેલાડી ક્રિકેટમાં થોડી ઘણી ખેલદિલી દેખાડી શક્યા તેટલી રાજકીય ઈનિંગ્ઝમાં દેખાડી ન શક્યા

ભારત સામે ઝેર ઓકવાનો અને પોતાની પ્રજા પર અત્યાચાર કરવાનો ધંધો તેને બદનામ કરી ગયા

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

ભારત સામે અને ભારતના નેતાઓ સામે શીંગડા ભરાવવાની એક પણ તક જતી ન કરનાર ઈમરાન ખાનની ખુરશી ભયમાં છે અને આજ પ્રક્રિયા ચાલુ રહે તો તેને ઘેર બેસવાનો વારો આવે કારણ કે તેઓ ક્રિકેટ રમી શકે તેવી સ્થિતિ તો હાલ છે જ નહિ. તેમણે દરેક સ્થળે ક્રિકેટ વખતને ખેલદિલી ભૂલીને એવા લખણ ઝળકાવ્યા છે કે તેમના માટે સત્તા છોડવા સિવાય બીજાે કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. ઘેર બેસીને આરામ કરવાની તક મળે કે નહિ તે મોટો સવાલ છે. કારણ કે જે રીતે ઈમરાનએ પોતાના તમામ મુખ્ય પ્રતિસ્પર્ધીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને અમુકને તો દેશનિકાલ કર્યા છે ઈમરાનની પાર્ટી તહરીકે ઈન્સાફ પાર્ટી કોઈ પોતાની તાકાતથી ઉભી થયેલી કે સત્તાપર આવેલી પાર્ટી નથી. લશ્કરની મહેરબાનીથી સત્તા પર બેઠેલા પાર્ટી છે. અને આ પાર્ટીના ઈમરાન ખાન સહિતના નેતાઓને ત્યાંનું લશ્કર અને બદનામ જાસુસી સંસ્થા આઈ.એસ.આઈ નચાવે તેમ નાચવું પડે તેવી હાલત છે. અને આમ કરવાના કારણો આ પાર્ટી હવે લોકોથી વિમુખ થઈ ગઈ છે અને એક વખતના ક્રિકેટના સ્ટાર અમુક સમય પૂરતા લોકોના સ્ટાર (હીરો) બન્યા પરંતુ હવે તો ખલનાયક બની ગયા છે. કોઈ પણ ચલચિત્ર હોય તેમાં અમુક મિનિટો પૂરતો જ ખલનાયકનો લાભ મળે છે. પણ છેવટે તો આવા ખલનાયકના ભાગે કાં શરણાગતિ સ્વીકારી માફી માગવી પડે છે. અથવા તો જેલના સળિયા ગણવા પડે છે. અને આ બન્નેમાંથી કોઈ એક માર્ગ પણ અનસુરી શકે તેમ ન હોય તો તેમના ભાગે પતન સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. જે હાલ ઈમરાને પોતાના વિરોધીઓના કર્યા છે તે હાલ પોતાના પણ થઈ શકે છે.

himmat thhakar સત્તાના અહંકારે જ ઈમરાનને ખલનાયક બનાવી દીધા

ઈમરાનખાને પહેલા ભારત સાથે મૈત્રિના ગાણા ગાયા પ્રારંભિક તબક્કામાં બધી સારી સારી વાતો કરી પરંતુ પછી ફરી ભૂતકાળના શાસકોની જૂની રેકર્ડ વગાડવી શરૂ કરી. ભારતના આતંકવાદીઓને આશ્રય સહાય અને ઉશ્કેરવાનો ધંધો શરૂ કર્યો આ બધા વચ્ચે સત્તાપર આવ્યા પછીથી ભારત સામે ટકી રહેવાના સૂત્ર સાથે ચીનના ખોળામાં બેસી જવાનું પસંદ કર્યું. ચીન પાસેથી અઢળક સહાય મેળવી ચીને પણ ઈમરાન ખાનની આ લુચ્ચાઈનો બરાબર લાભ ઉઠાવીને પાકિસ્તાનના ગેરકાયદે કબ્જા હેઠળના કાશ્મીરમાં પાકા રસ્તા બનાવવા સહિતના પ્રોજેક્ટો પણ શરૂ કર્યા અત્યારે પાકિસ્તાનની હાલત ચીનના સૌથી મોટા દેવાદાર દેશ જેવી થઈ ગઈ છે.

Existential crisis looms in Pakistan: The terror factory now faces a host  of challenges

પાકિસ્તાનમાં જ્યારથી ઈમરાનખાન સત્તાપર આવ્યા પછીના સાતમાં માસથી તે દેશ પર આર્થિક કટોકટીનો ઓછાયો પડ્યો છે. છતાં દેવું કરી ઘી પીવાનો ધંધો કરી પાકિસ્તાને લશ્કરી હથિયારોની ખરીદી અને ભારતમાં આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાનો ધંધો શરૂ કર્યો છે. ભારતના હફીઝ સૈયદ મસુદ અઝહર, નકવી સહિત ડઝનથી વધુ આતંકવાદી આકાઓ પાકિસ્તાનમાં આશ્રય લઈ રહ્યા છે. પાકિસ્તાનએ આતંકવાદીઓની ફેક્ટરી વાત છે તે વાત પહેલા તો માત્રને માત્ર ભારતે કહી હતી હવે તો અમેરિકા અને પછી વિશ્વના અન્ય દેશોએ સ્વીકાર્યું છે. પાકિસ્તાન અત્યારે વિશ્વની ત્રાસવાદ પર નિયંત્રણ રાખતી સંસ્થાના ‘ગ્રે’ લિસ્ટમાં તો છે જ પણ હવે ગમે ત્યારે બ્લેક લિસ્ટમાં પણ આવી શકે છે .

Narendra Modi in Pakistan: Poster of PM Modi seen at Pro independece rally  in Sindh | PM Modi in Pakistan: पाकिस्तान में अलग सिंधुदेश बनाने की मांग  तेज, नरेंद्र मोदी का पोस्टर

આ બધા સંજાેગો વચ્ચે પાકિસ્તાનમાં આંતરિક પરિસ્થિતિ પણ જરાય સારી નથી. સિંધુ પ્રાંતની આઝાદીની માંગ ત્યાંના રહીશો બુલંદ બનાવી રહ્યા છે. અને સિંધની આઝાદીની લડત ચલાવતી સંસ્થાએ તાજેતરમાં રેલી કાઢી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમરેકિના પ્રમુખ જાે બિડેન  સહિત વિશ્વના સાત નેતાઓના પોસ્ટરો સાથે રેલી કાઢી પાકિસ્તાનની સેનાના અત્યારમાંથી મુક્ત કરવા માગણી કરી છે. આ પહેલા બલુચીસ્તાનમાં પણ પાકિસ્તાની સેનાના અત્યાચારથી ત્રસ્ત થયેલા લોકો ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા છે. બલુચ નેતાઓ પૈકીના એક ટોચના નેતાએ પણ છ માસ પહેલા એવું કહ્યું હતું કે જે રીતે ૧૯૭૧માં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું તે જ રીતે નરેન્દ્ર મોદીએ બલુચીસ્તાનને આઝાદ કરાવવું જાેઈએ.  જ્યારે પાકિસ્તાનના સરહદી પ્રાંતમાં પણ પરિસ્થિતિ સારી તો નથી જ. જ્યારે પાકિસ્તાનના ગેરકાયદે કબ્જા હેઠળના કાશ્મીરના લોકોએ પણ ત્યાં બની રહેલા રોડ સહિતના ચીનના પ્રોજેક્ટ સામે રોષ વ્યક્ત કરી ઉગ્ર દેખાવો કર્યા હતા અને ત્યાંના નેતાઓએ ઈમરાન અને તેની ટોળકીને નાની યાદ કરાવી દે તેવી લડત શરૂ કરવા ચેતવણી આપી હતી.

Pin on Celebrities

શાસકો દમનકારી બને ત્યારે લોકોમાં રોષ જાગે જ છે અને તે વખતે લોકોના રોષને વાચા આપવા સંગઠીત બનવું જ પડે છે. બીજા કોઈ દેશમાં આવું થાય કે ન થાય પરંતુ પાકિસ્તાનના વિપક્ષો એક થયા છે. પૂર્વ વડાપ્રધાન અને બિમારી સાથે જેલવાસ ભોગવી રહેલા નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ અને બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ જરદારી એકમંચ પર આવી પાકિસ્તાની શાસકોની ઉંઘ હરામ કરી રહ્યા છે. આ કોઈ જેવી તેવી વાત તો નથી જ અત્યાર સુધીમાં વિપક્ષે કરાંચી રાવલપીંડી અને પેશાવર અને છેલ્લે લાહોર અને ઈસ્લામાબાદમાં રેલી યોજીને પોતાની તાકાત બતાવી દીધી છે. બીજી બાજુ સામુહિક રાજીનામાનું શસ્ત્ર ઉગામી બંધારણીય કટોકટી સર્જીને ઈમરાન સરકારને ઘરભેગી કરી ત્યાં નવેસરથી ચૂંટણી યોજવાની તૈયારી શરૂ કરી છે. વિપક્ષના આક્રમણથી બચવા જે રીતે અન્ય કોઈ દેશનો શાસક પક્ષ રાષ્ટ્રવાદના નામે દેશના લોકોને ભોળવે તે ધંધો પાકિસ્તાનના આ લશ્કરની કઠપૂતળી સમા ઈમરાનખાને શરૂ કર્યો પણ અત્યારે જે સ્થિતિ છે તે જાેતા તેને કોઈ સરળતા મળે તેવા ચિહ્નો હાલના તબક્કામાં દેખાતા નથી.

ડ્રગ એડિક્ટ રહ્યા છે ઇમરાન ખાન, પાકિસ્તાન ક્રિકેટ ટીમના આ પૂર્વ ખેલાડીએ  કર્યો દાવો | Sports News in Gujarati

ભારતથી આવેલા આતંકવાદી આકાઓના સહારે પોતાની ખુરશી ક્યારેય સફળ થવાની નથી તે હકિકત છે. આ સંજાેગોમાં તાજેતરમાં પાકિસ્તાનમાં મહત્વની સત્તા ધરાવતા સેનેટની ચૂંટણીમાં વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યુસુફરઝા ગીલાનીએ ઈમરાનના ખાસમખાસ ગણાતા નાણા પ્રધાન અબ્દુલ હાફીઝ શેખની હાર થઈ. ટુંકમાં પાકિસ્તાનની સેનેટમાં ૧૮૯ સભ્યો હોવાનો તેનો દાવો પોકળ પૂરવાર પડ્યો છે. અને વિપક્ષી ઉમેદવાર ગિલાનીની જીત જ એ બાબતનો પૂરાવો બની છે કે પાકિસ્તાની સેનેટમાં ઈમરાનનો પક્ષ બહુમતી ગુમાવી દીધી છે. આથી જ તેણે રાષ્ટ્ર જાેગ સંબોધન કરીને ગિલાનીએ નાણા વેરી તેના પક્ષના સભ્યોને ખીરીદી લીધાનો આક્ષેપ કર્યો છે. તે અંગે પાકિસ્તાનના પ્રચાર માધ્યમો કહે છે કે કોઈપણ દેશનો સત્તાધારી પક્ષ સત્તા અને નાણાના જાેરે વિપક્ષના સભ્યોને ખેરવી સત્તા જાળવી શકે પણ વિપક્ષ આવું કરી શકે તે કોઈને પણ ગળે ન ઉતરે તેવી વાત છે. પાકિસ્તાની પ્રમુખ સંસદમાં વિશ્વાસનો મત લેવાની અને તેમાં સફળ ન થાય તો વિપક્ષે બેસવા તૈયાર છું તેવી સાફ વાત કરી છે.

પાકિસ્તાનના વડાપ્રધાનનો આવ્યો કોરોના રિપોર્ટ, સેલ્ફ આઇસોલેશનમાં છે ઇમરાન ખાન  - Gujarat ExclusiveGujarat Exclusive

જાે કે રાજકીય નિષ્ણાતો એવું પૂછે છે કે બહુમતી ગુમાવ્યા પછી અને હવે તો લશ્કરની ટોચની નેતાગીરી વિમુખ થઈ ગઈ છે અને પ્રજા તો કોરોના મહામારી સહિતના પ્રશ્ને ઈમરાન સરકારે જે છબરડા વાળ્યા. આંદોલનકારીઓ પર અત્યાચાર કર્યા સહિતના જે બનાવો બન્યા છે તે જાેતા ઈમરાનના નસીબે હવે આ જ વાત લખાી ગઈ છે પોતે જેની કઠપુતળી બની પ્રજા પર ત્રાસ ગુજાર્યો વિપક્ષી નેતાઓ સામે ખઓટા કેસ કર્યા વિપક્ષી નેતાોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા આમ છતાં સારા શાસક તરીકેનો એક પણ પૂરાવો પાકિસ્તાની પ્રજાને આપી ન શકનાર ઈમરાનખાનની હાલત કોઈપણ ફિલ્મના ખલનાયક જેવી થશે તેમાં હવે કોઈને શંકા રહેતી નથી. ઈમરાનખાનને સત્તાના અહંકાર નડ્યો છે ભૂતકાળના શાસકોને ગાળો દેવાની અને તેને જ જવાબદાર ગણવાની નીતિ નડી છે. અમેે કરીએ તે સારૂં અને બીજા કરે તે ખોટું એવી નીતિ નડી ગઈ છે. અહંકાર સત્તાનો હોય કે પોતાના બાહુબળનો હોય તે ક્યારેય કોઈનો રહ્યો નથી. ચૂંટણીમાં વિજય મળ્યા બાદ અહંકારમાં આવી વિપક્ષી નેતા પર કીડી પર કટકની જેમ તૂટી પડનારા કોઈપણ દેશના શાસક પક્ષ અને તેના નેતાઓ બોધપાઠ લેવા જેવી આ વાત છે. ઈમરાનને તેના સત્તાનો અહંકાર નડ્યો છે અને સત્તાના અહંકારે જ ઈમરાનને ખલનાયક બનાવી દીધા છે .