IPL 2024/ LSG VS PBKS : લખનૌએ પંજાબને 21 રનથી હરાવ્યું,

LSG VS PBKS : આજે  લખનૌના અટલ બિહારી વાજેપેયી એકતા ક્રિકેટ સ્ટેડિયમમાં  લખનૌ સુપર જાઇન્ટ્સ અને પંજાબ કિંગ્સ આમને સામને ટકરાશે. શિખર ઘવનની કેપ્ટનશીપમાં પંજાબ IPL 2024 માં અત્યાર સુધી બે  મેચ રમી છે,જેમાં એક મેચ જીતી છે. અને બીજી મેચ હારી છે.

Top Stories Trending Sports
Cricket Tutorials YouTube Thumbnail LSG VS PBKS : લખનૌએ પંજાબને 21 રનથી હરાવ્યું,

LSG VS PBKS : આજે  લખનૌના અટલ બિહારી વાજેપેયી એકતા ક્રિકેટ સ્ટેડિયમમાં  લખનૌ સુપર જાઇન્ટ્સ અને પંજાબ કિંગ્સ આમને સામને ટકરાશે. શિખર ઘવનની કેપ્ટનશીપમાં પંજાબ IPL 2024 માં અત્યાર સુધી બે  મેચ રમી છે,જેમાં એક મેચ જીતી છે. અને બીજી મેચ હારી છે. ત્યારે લખનૌ IPL 2024 માં અત્યાર સુધી 1 મેચ રમી છે. અને રાજસ્થાન રોયલ્સ સામે  20 રને લખનૈને હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ ટીમને તેંમના હોમ ગ્રાઉન્ડમાં તેમના રન બહુ સારા નથી. એટલે પંજાબ કિંગ્સ તેમના માટે ખતરા  રૂપ છે. IPL 2024 માં લખનૌ પોંઇન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. તેથી લખનૌની ટીમ આજે સારૂ પ્રદશન કરીને તેની પ્રથમ જીત મેેળવવા માંગે છે.

LSG VS PBKS Live Update :

11:25 PM LSG vs PBKS Live Update :  લખનૌએ પંજાબને 21 રનથી હરાવ્યું, 
લખનૌ સુપર જાયન્ટ્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 21 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 199 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 178 રન જ બનાવી શકી હતી. લખનૌ તરફથી ક્વિન્ટન ડી કોકે અડધી સદી ફટકારી હતી. તેણે 54 રન બનાવ્યા હતા. નિકોલસ પુરને 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. કૃણાલ પંડ્યાએ 43 રન બનાવ્યા હતા. મયંક યાદવે ટીમ માટે બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે ડેબ્યૂ મેચમાં 3 વિકેટ ઝડપી હતી. લખનૌની જીતમાં મયંકે મહત્વની ભૂમિકા ભજવી હતી.

11:02 PM LSG vs PBKS Live Update :પંજાબને બીજો ઝટકો, સેમ કુરન શૂન્ય પર આઉટ
પંજાબની વધુ એક વિકેટ પડી. સેમ કુરન પહેલા જ બોલ પર આઉટ થયો હતો. મોહસીન ખાને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. મોહસીન હેટ્રિકની નજીક છે. પંજાબે 5 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા છે.

11:00 PM  LSG vs PBKS Live Update :પંજાબને મોટો ઝટકો, શિખર ધવન આઉટ
પંજાબ કિંગ્સની મોટી વિકેટ પડી. શિખર ધવન 50 બોલમાં 70 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. મોહસીન ખાને ધવનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સ્પર્ધામાં ઉત્તેજના છે. પંજાબને જીતવા માટે 22 બોલમાં 59 રનની જરૂર છે.

1053 PM LSG vs PBKS Live Update :  પંજાબને ત્રીજો ઝટકો
પંજાબ કિંગ્સની ત્રીજી વિકેટ પડી. જીતેશ શર્મા 6 રન બનાવીને આઉટ થયો હતો. મયંક યાદવે શાનદાર પ્રદર્શન કર્યું અને ડેબ્યૂ મેચમાં ત્રીજી વિકેટ લીધી. મયંકના બોલ પર જિતેશ કેચ થયો હતો. પંજાબે 15.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. ધવન 70 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબને હવે 61 રનની જરૂર છે.

10:40 PM  PM LSG vs PBKS Live Update : પંજાબને બીજો ફટકો, પ્રભસિમરન આઉટ
પંજાબ કિંગ્સની બીજી વિકેટ પડી. પ્રભસિમરન સિંહ 7 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. મયંક યાદવે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ડેબ્યૂ મેચમાં મયંકની આ બીજી વિકેટ હતી. પંજાબે 13.3 ઓવરમાં 128 રન બનાવ્યા છે.

10:31 PM LSG vs PBKS Live Update : પંજાબને પ્રથમ ફટકો, બેયરસ્ટો આઉટ
લખનૌ તરફથી મયંક યાદવે પ્રથમ વિકેટ ઝડપી હતી. તેણે ડેબ્યૂ મેચમાં જ વિકેટ લીધી હતી. પંજાબ કિંગ્સનો જોની બેરસ્ટો 42 રન બનાવીને આઉટ થયો હતો. 29 બોલનો સામનો કરીને તેણે 3 ફોર અને 3 સિક્સ ફટકારી હતી.

10:24 PM  LSG vs PBKS Live Update : પંજાબ માટે ધવન-બેરસ્ટોનું શાનદાર પ્રદર્શન
પંજાબ કિંગ્સે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે 10 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 98 રન બનાવ્યા હતા. ધવન 56 રન બનાવીને રમી રહ્યો છે. બેયરસ્ટો 42 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌના બોલરો હજુ સુધી એક પણ વિકેટ લઈ શક્યા નથી. પંજાબને જીતવા માટે 60 બોલમાં 102 રનની જરૂર છે.

10:05 PM LSG vs PBKS Live Update : પંજાબનો સ્કોર 50 રનને પાર કરે છે
પંજાબ કિંગ્સનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. ધવન અને બેયરસ્ટો વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ હતી. ટીમે 6 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 61 રન બનાવ્યા હતા. ધવન 25 બોલમાં 41 રન બનાવીને રમી રહ્યો છે. બેયરસ્ટો 20 રન બનાવીને રમી રહ્યો છે.

09:40 PM LSG vs PBKS Live Update : શિખર ધવન અને જોની બેરસ્ટો પંજાબ કિંગ્સ માટે ઓપનિંગ કરવા પહોંચ્યા
શિખર ધવન અને જોની બેરસ્ટો પંજાબ કિંગ્સ માટે ઓપનિંગ કરવા પહોંચ્યા છે. ધવને 6 બોલમાં 1 ફોરની મદદથી 5 રન બનાવ્યા હતા. બેયરસ્ટો હજુ સુધી પોતાનું ખાતું ખોલાવી શક્યો નથી. પંજાબે પ્રથમ ઓવરમાં 5 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી મણીમરન સિદ્ધાર્થે પ્રથમ ઓવર ફેંકી હતી.

09:24 PM LSG vs PBKS Live Update : લખનૌએ પંજાબને 200 રનનો ટાર્ગેટ આપ્યો 
લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. લખનૌ માટે કૃણાલ પંડ્યા, ક્વિન્ટન ડી કોક અને નિકોલસ પૂરને શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યાએ 22 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. પુરણે 21 બોલમાં 42 રન બનાવ્યા હતા. ડી કોકે અડધી સદી ફટકારી હતી. તેણે 38 બોલમાં 54 રન બનાવ્યા હતા.

09:09 PM LSG vs PBKS Live Update :  લખનૌને બેવડો ફટકો, બદોની બાદ બિશ્નોઈ પણ આઉટ
લખનૌ સુપર જાયન્ટ્સની છઠ્ઠી વિકેટ પડી. આયુષ બદોની માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. સેમ કુરેને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ પછી રવિ બિશ્નોઈ પણ આઉટ થઈ ગયા હતા. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. લખનૌએ 7 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા.

08:52 PM  LSG vs PBKS Live Update :  લખનૌને મોટો ઝટકો લાગ્યો છે.
લખનૌને મોટો આંચકો લાગ્યો છે. નિકોલસ પુરન 21 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. કાગિસો રબાડાએ પુરનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

08:49 PM LSG vs PBKS Live Update : લખનૌએ 15 ઓવરમાં 146 રન બનાવ્યા
લખનૌએ 15 ઓવર પછી 4 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. નિકોલસ પુરન 42 રન બનાવીને રમી રહ્યો છે. પુરણે 20 બોલમાં 3 ફોર અને 3 સિક્સર ફટકારી છે. આયુષ બદોની 4 રન બનાવીને રમી રહ્યો છે.

08 :41 PM LSG vs PBKS Live Update : લખનૌને ચોથો ફટકો, ડેક આઉટ
લખનઉની ચોથી વિકેટ પડી. ક્વિન્ટન ડી કોક અડધી સદી બાદ આઉટ થયો હતો. તેણે 38 બોલનો સામનો કરીને 54 રન બનાવ્યા હતા. ડી કોકની આ ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સ સામેલ હતી. અર્શદીપ સિંહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. પંજાબ તરફથી બીજી વિકેટ અર્શદીપે લીધી હતી.

08:17 PM LSG vs PBKS Live Update :  લખનૌને ત્રીજો ઝટકો , સ્ટોઇનિસ આઉટ
લખનઉની ત્રીજી વિકેટ પડી. રાહુલ ચહરે માર્કસ સ્ટોઈનિસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તે 12 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટોઇનિસે 2 સિક્સર ફટકારી હતી. લખનૌએ 8.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 78 રન બનાવ્યા હતા. ડી કોક 34 રન બનાવીને રમી રહ્યો છે. હવે નિકોલસ પુરન તેને સપોર્ટ કરવા પહોંચ્યા છે.

08:04 PM LSG vs PBKS Live Update : લખનૌની ટીમને બીજો ઝટકો લાગ્યો 

લખનૌની ટીમને બીજો ઝટકો લાગ્યો છે. લખનૌના દેવદત્ત પડિકલ 6 બોલમાં 9 રન કરીને આઉટ થયા છે. લખનૌના  2 વિકેટ પર 54 રન.

07:54 PM LSG vs PBKS Live Update : લખનૌ સુપર જાઇન્ટ્સ ટીમને  શરૂઆતમાં સૌથી મોટો ઝટકો 

લખનૌ સુપર જાઇન્ટ્સ ટીમને  શરૂઆતમાં સૌથી મોટો ઝટકો લાગ્યો છે. કે. એલ. રાહુલ 9 બોલમાં 15 રન કરીને આઉટ થયા. લખનૌ ટીમના 1 વિકેટના નુકસાન પર 40 રન.

07:38 PM LSG vs PBKS Live Update :નૌ  સુપર જાઇન્ટ્સે તેમની બેટિંગની શરૂઆત કરી

લખનૌ  સુપર જાઇન્ટ્સે તેમની બેટિંગની શરૂઆત કરી દીધી છે. ઓપનિંગમાં ડિ કોક અને કે.એલ રાહુલ રમી રહ્યા છે. લખનૌના રન 1 ઓવરમાં 7 રન.

07:19 PM LSG vs PBKS Live Update : પંજાબની પ્લેઇંગ ઇલેવન
પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

07:12 PM LSG VS PBKS Live Update : લખનૌ પ્લેઇંગ ઇલેવન
લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, આયુષ બદોની, નિકોલસ પૂરન (કેપ્ટન), માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, મયંક યાદવ, મણિમરણ સિદ્ધાર્થ.

 07 : 04 PM LSG VS PBKS Live Update : લખનૌ સુપર જાઇન્ટ્સે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

પંજાબ કિંંગ્સ અને લખનૌ સુુુુપર જાઇન્ટેસ વચ્ચે રમાનારી મેચમાં , લખનૌ સુુપર જાઇન્ટ્સની  ટીમે  બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા લોકો સરકારની મહત્વની સૂચના

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 5 મહાન વિભૂતિઓને ભારતરત્નથી કરશે સન્માનિત

આ પણ વાંચો:રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોને થશે રાહત, બેવડી ઋતુની આગાહી