New Delhi News: ફોનનો ઉપયોગ કરતા લોકો માટે દૂરસંચાર વિભાગે ટેલિકોમ કંપનીઓને આગામી આદેશ સુધી આ સેવા બંધ રાખવા જણાવ્યું છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે ટેલિકોમ કંપનીઓને 15 એપ્રિલથી USSD આધારિત કોલ ફોર્વર્ડિંગ સેવા બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેના માટે વિકલ્પો આપવામાં આવ્યા છે.

મોબાઈલનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે ફોન સ્ક્રીન પર કોઈ પણ સક્રિય કોડ ડાયલ કરીને USSD સેવાનો ઉપયોગ કરે છે. કેટલીકવાર મોબાઈલમાં IMEI નંબર અથવા બેલેન્સ ચેક કરવા આ સેવાનો ઉપયોગ કરવામાં આવે છે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગે મોબાઈલ દ્વારા થતી છેતરપિંડી અને ઓનલાઈન ગુનાઓને નિવારવા આ આદેશ આપ્યો હતો. દૂરસંચાર વિભાગના આદેશમાં જણાવાયું છે કે SSSD આધારિત કોલ ફોરવર્ડિંગ સુવિધાનો કેટલાક અયોગ્ય હેતુઓ માટે દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. 15 એપ્રિલ સુધી આ સેવા બંધ રખાશે.
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 5 મહાન વિભૂતિઓને ભારતરત્નથી કરશે સન્માનિત
આ પણ વાંચો:રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોને થશે રાહત, બેવડી ઋતુની આગાહી
આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે
આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે
