Not Set/ હવે આ દેશમાં નવા વેરિઅન્ટ Omicron નાં 22 કેસ નોંધાયા, માસ્ક થયુ ફરજિયાત

કોરોનાવાયરસનો નવો વેરિઅન્ટ (Omicron) હવે દુનિયાભરમાં ફેલાવા લાગ્યો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, બ્રિટેનમાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં 22 કેસ નોંધાયા છે.

Top Stories World
UK Omicron Case

કોરોનાવાયરસનો નવો વેરિઅન્ટ (Omicron) હવે દુનિયાભરમાં ફેલાવા લાગ્યો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, બ્રિટેનમાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં 22 કેસ નોંધાયા છે. આ વેરિઅન્ટ UK માં ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્કોટલેન્ડમાં મંગળવારે ત્રણ નવા કેસ સામે આવ્યા બાદ કુલ કેસની સંખ્યા વધીને 14 થઈ ગઈ હતી, જે હવે વધીને 22 થઈ ગઈ છે. આ સાથે ઈંગ્લેન્ડમાં ફરી એકવાર જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

UK Omicron Case

આ પણ વાંચો – Political / સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ એક સાથ આવ્યું વિપક્ષ, રાહુલ ગાંધીએ પણ સરકાર વિરુદ્ધ બાયો ચઢાવી

ઓમિક્રોનને લઈને બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જોન્સને દેશવાસીઓને સાવચેત રહેવા અને પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, કોરોનાનાં આ વેરિઅન્ટ સામે રક્ષણ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે લોકોને રસીનો બૂસ્ટર ડોઝ મેળવવા માટે પણ અપીલ કરી છે. વળી, ફ્રાન્સ અને જાપાનમાં પણ ઓમિક્રોન સંબંધિત પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ ઓમિક્રોનને લઈને 16 રાજ્યોનાં ગવર્નરો સાથે બેઠક કરશે. અહીં, કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટની અસરને જોતા, ભારત સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ભારત આવવા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ અંગેની સુધારેલી માર્ગદર્શિકા આજથી એટલે કે બુધવારથી લાગુ થશે. મુસાફરોએ મુસાફરી શરૂ કરતા પહેલા કેન્દ્ર સરકારનાં એર સુવિધા પોર્ટલ પર તેમની ટ્રાવેલ હિસ્ટ્રી અને નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ઓમિક્રોન વેરિઅન્ટ્સને સમજવામાં આ ખૂબ જ શરૂઆતનાં દિવસો છે. ગ્રિફિથ યુનિવર્સિટી સાઉથ ઈસ્ટ ક્વીન્સલેન્ડ (ઓસ્ટ્રેલિયા)નાં સેન્ટર ફોર પ્લેનેટરી હેલ્થ એન્ડ ફૂડ સિક્યોરિટીનાં ડિરેક્ટર હેમિશ મેકકલમે જણાવ્યું હતું કે, આફ્રિકામાંથી ખૂબ જ પ્રારંભિક સંકેતો સૂચવે છે કે તે ખાસ કરીને ગંભીર રોગનું કારણ નથી. તેમણે કહ્યુ કે, એકવાર વસ્તીમાં સ્થાપિત થઈ ગયા પછી, વાયરસનું ઓછું અસરકારક હોવું ખૂબ જ સામાન્ય છે.

UK Omicron Case

આ પણ વાંચો – વરસાદ / મુંબઈ સહિત દેશનાં પશ્ચિમી વિસ્તારમાં વરસાદને લઇને હવામાન વિભાગની જાણો શું છે આગાહી

ઓમિક્રોન વેરિઅન્ટને લઈને હાલમાં વિશ્વભરમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કેટલા જોખમો છે અને તે કેટલી ઝડપથી ફેલાઈ શકે છે. જોકે, જાપાન, બ્રિટન, ઈઝરાયેલ જેવા દેશોએ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરોને લઈને પણ નિયમો કડક કર્યા છે. બૂસ્ટર ડોઝ બુધવારે જાપાનમાં શરૂ થયો છે. કેટલાક ડોકટરો અને નર્સોએ બૂસ્ટર ડોઝને લઈને આ અભિયાનને આગળ ધપાવ્યું હતું. અત્યાર સુધીમાં 77% જાપાની લોકોએ બન્ને રસી મેળવી છે અને હવે રસીકરણનો નવો રાઉન્ડ શરૂ થયો છે.