Not Set/ દિલ્હીમાં Army ઓફિસરની પત્ની હત્યા, મેરઠમાંથી મેજરની ધરપકડ

દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના ખૂબ જ સુરક્ષિત માનવા આવતા કેંટ એરિયામાં સૈન્ય (Army) અધિકારીની પત્ની શૈલજા દ્વિવેદીની હત્યાના કેસમાં પોલીસે ભારતીય સેનાના મેજરની મેરઠથી ધરપકડ કરવામાં આવી છે. નિખિલ હાંડા નામના આ સેના અધિકારીને લઈને પોલીસ દિલ્હી આવવા રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કેન્ટ એરિયામાં બરાર સ્કવાયરની નજીક શનિવારે એક મહિલાનો મૃતદેહ મળી […]

Top Stories India Trending
army major held in meerut after murder of fellow officers wife in delhi

દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના ખૂબ જ સુરક્ષિત માનવા આવતા કેંટ એરિયામાં સૈન્ય (Army) અધિકારીની પત્ની શૈલજા દ્વિવેદીની હત્યાના કેસમાં પોલીસે ભારતીય સેનાના મેજરની મેરઠથી ધરપકડ કરવામાં આવી છે. નિખિલ હાંડા નામના આ સેના અધિકારીને લઈને પોલીસ દિલ્હી આવવા રવાના થયા છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કેન્ટ એરિયામાં બરાર સ્કવાયરની નજીક શનિવારે એક મહિલાનો મૃતદેહ મળી આવતાં સનસનાટી મચી જવા પામી હતી. કહેવાય રહ્યું છે કે આ મહિલા શનિવારે સવારે ૧૦ વાગે ફિજિયોથેરાપી સેશન માટે આર્મી હોસ્પિટલ ગઈ હતી.

થોડા સમય પછી ડ્રાઈવર આ મહિલાને પરત ઘરે લઈ જવા માટે હોસ્પિટલ આવ્યો હતો ત્યારે તેને ખબર પડી કે, તે ફિજિયોથેરાપી માટે હોસ્પિટલ આવી જ ન હતી. સાંજે ચાર વાગ્યા સુધી  તે મહિલા ઘરે ન આવી તો તેના લેફ્ટનન્ટ કર્નલ પતિએ પોતાની પત્નીના ગૂમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે તેમને માહિતી મળી હતી કે, એક મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. જયારે ત્યાં પહોંચીને તેમણે મૃતદેહનું નિરીક્ષણ કર્યું તો ખબર પડી કે તેણીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. તેણીના કપડાં ખૂબ જ ખરાબ રીતે ફાટી ગયા હતા. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, હત્યા પછી પણ મૃતદેહ પર ગાડી ચડાવી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ તપાસમાં લેફ્ટનન્ટ કર્નલનની પત્નીને અન્ય અધિકારી એવા મેજરની સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હોવાની વાત સામે આવી રહી હતી. મૃત મહિલાના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી હતી તો તેમાં જાણવા મળ્યું હતું કે, મોબાઈલમાંથી છેલ્લો ફોન નિખિલ હાંડાને કરવામાં આવ્યો હતો. આ સંજોગોમાં પોલીસની શંકા વધુ પ્રબળ બની હતી અને તેમણે મેજર હાંડાની ધરપકડ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેજર હાંડા આ અગાઉ દીમાપુરમાં ફરજ બજાવતા હતા અંને સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક શૈલજાના પતિ લેફ્ટનન્ટ કર્નલ દ્વિવેદી અને મેજર નિખિલ હાંડા આ અગાઉ દીમાપુરમાં ફરજ બજાવતા હતા. ત્યારે તેમની મુલાકાત થઈ હતી. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મૃતક શૈલજા અને તેમનાં પતિ લેફ્ટનન્ટ કર્નલ દ્વિવેદી કેટલાક સપ્તાહ પછી યુએન મિશન અંતર્ગત સુદાન જવાના હતા.