સંબોધન/ UNમાં PM નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું ભારત લોકશાહીની માતા છે,આતંકવાદને રાજકીય હથિયાર ના બનાવો જોઇએ

નામ લીધા વગર વડાપ્રધાને પાકિસ્તાન-ચીન પર આકરા પ્રહાર કર્યા આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ ના થવો જોઈએ દરિયાઈ સીમાનો દૂરઉપયોગ ના થયો જોઈએ

Top Stories World
MODI12334444 UNમાં PM નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું ભારત લોકશાહીની માતા છે,આતંકવાદને રાજકીય હથિયાર ના બનાવો જોઇએ

પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે છે. પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા  ને સંબોધિત કરી હતી . પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ભારતને લોકશાહીની માતા ગણાવી હતી . આ સાથે તેમણે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે ભારત લોકશાહીની માતા છે અને હું તેનું પ્રતિનિધિત્વ કરું છું. તેમણે કહ્યું કે, “આ વર્ષે 15 ઓગસ્ટના રોજ, ભારત આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ્યું છે. આપણી વિવિધતા એ આપણી મજબૂત લોકશાહીની ઓળખ છે. પીએમ મોદીએ કોરોનાથી જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે વિશ્વ હાલમાં સૌથી મોટી મહામારી સામે લડી રહ્યું છે.તેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આતંકવાદને રાજ્કીય હથિયાર ના બનાવો જોઇએ.

સંયુકત રાષ્ટ્ર મહાસભામાં PM મોદીના મહત્વના મુદ્દા

  •  દુનિયાના ઘણાં હિસ્સામાં પ્રોક્સીવોર શરૂ થયું છે – આતંકવાદને મદદ કરનાર લોકોને પણ જોખમ ઉભુ થઈ શકે છે-
  • નામ લીધા વગર વડાપ્રધાને પાકિસ્તાન-ચીન પર આકરા પ્રહાર કર્યા – આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ ના થવો જોઈએ – દરિયાઈ સીમાનો દૂરઉપયોગ ના થયો જોઈએ – અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને બાળકોને મદદની જરૂર
  • જ્યારે ભારત વિકાસ કરે છે તો દુનિયા વિકાસ કરે છે – અમે ભારતમાં જરૂરિયાતના લોકોને વેક્સિન આપવાનું શરૂ કર્યું છે – ભારત વિશ્વનું લોકતાંત્રિક-વિશ્વાસપાત્ર દેશ છે – વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, પ્રગતિવાદ વિચારસરણી વધારવાની જરૂર – 12 વર્ષના બાળકો માટે DNA રસી બની ગઈ છે – આતંકવાદે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ના કરવો જોઈએ
  •  સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાને કોરોનાથી જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ પાઠવી. – દુનિયા દોઢ વર્ષથી મહામારી સામે લડી રહ્યા છે. – ભારતે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કર્યો છે – ભારતની લોકતંત્ર પ્રજાનું આજે પ્રતિનિધિત્વ કરુ છું
  •  7 વર્ષમાં 43 કરોડ લોકો બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડાયેલા છે – ભારતમાં પહેલીવાર વીમા સુરક્ષા કવચ મળ્યું છે – વિવિધતા અમારા લોકતંત્રની ઓળખ છે – ભારતમાં અમે ડ્રોનથી મેપિંગ કરાવીને ઘર અને જમીનનો ડિજિટલ રેકોર્ડ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
  •  વિશ્વનો દરેક છઠ્ઠો વ્યક્તિ ભારતીય છે