T20 World Cup/ શું રોહિતને ડ્રોપ કરશો? PAK થી હાર્યા બાદ પત્રકાર પર ગુસ્સે થયો વિરાટ કોહલી

મેચ પછી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પાકિસ્તાની પત્રકારે વિરાટ કોહલીને પ્રશ્ન કર્યો કે શું તેમણે રોહિત શર્માને ટીમમાંથી બહાર કરીને ઈશાન શર્માને સ્થાન આપવા બાબતે વિચાર કર્યો?

Top Stories Sports
વિરાટ કોહલી

ભારતને પાકિસ્તાન સામે ટી -20 વર્લ્ડ કપની મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડકપની મેચમાં આ પ્રથમ વખત છે જ્યારે પાકિસ્તાને ભારતને હરાવ્યું હોય. મેચ બાદ જ્યારે કેપ્ટન વિરાટ કોહલી એ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ત્યાં એવો સવાલ થયો કે તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યારે એક પત્રકારે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ -11 પર સવાલ ઉઠાવ્યા ત્યારે વિરાટનું અલગ વલણ જોવા મળ્યું.

આ પણ વાંચો : પાકિસ્તાનની ભારત વિરુદ્ધ ICC વર્લ્ડકપમાં પહેલી જીત પર શું બોલ્યા PM ઈમરાન ખાન

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને રવિવારના રોજ આયોજિત મેચમાં ભારતીય ટીમને 10 વિકેટથી માત આપી છે. વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનની ભારત સામે આ પ્રથમ જીત હતી. મેચ પછી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પાકિસ્તાની પત્રકારે વિરાટ કોહલીને પ્રશ્ન કર્યો કે શું તેમણે રોહિત શર્માને ટીમમાંથી બહાર કરીને ઈશાન શર્માને સ્થાન આપવા બાબતે વિચાર કર્યો? પત્રકારની દલીલ હતી કે, ઈશાને વોર્મઅપ મેચમાં સારુ પ્રદર્શન કર્યુ હતું, તો પછી તેમને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવું ના જોઈએ?

પ્રેસ કોન્ફરન્સમાં એક પાકિસ્તાની પત્રકારે વિરાટ કોહલીને પૂછ્યું કે ટીમ ઈન્ડિયાની પસંદગી પર સવાલો ઉભા થઈ રહ્યા છે, શું રોહિત શર્માની જગ્યાએ ઈશાન કિશનને લાવવામાં આવી શકાયો હોત? આ સવાલ પર વિરાટ કોહલીએ પહેલા કહ્યું કે આ બહુ બહાદુરીભર્યો સવાલ છે.

https://twitter.com/JalaluddinSark8/status/1452335261543772174?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1452335261543772174%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fsports%2Fcricket-news%2Fvirat-kohli-got-angry-in-press-conference-after-loss-against-pakistan-in-t20-world-cup-2021-886101.html

આ પણ વાંચો :મેચનાં અંતે ધોની પાકિસ્તાની ખેલાડીઓને સમજાવતો જોવા મળ્યો, ICC એ શેર કર્યો Video

આ પ્રશ્ન સાંભળીને વિરાટ કોહલી પણ ચોંકી ગયો હતો. કેપ્ટન કોહલીએ કહ્યું કે, આ ઘણો બહાદુરી વાળો પ્રશ્ન છે. ત્યારપછી તેણે રિપોર્ટરને જ ટીમ સિલેક્શન પર તેનો અભિપ્રાય પૂછ્યો હતો. કોહલીએ કહ્યું કે, સર તમે શું વિચારો છો? શું તમે રોહિત શર્માને ટી20માં ડ્રોપ કરવાનું પસંદ કરશો? આ અવિશ્વસનીય છે. જો તમને વિવાદ ઉભો કરવો હોય તો તમે મને પહેલા જણાવો, જેથી હું તે પ્રમાણે ઉત્તર આપું. હું તે ટીમ સાથે મેદાનમાં ઉતર્યો જે મારા મત અનુસાર બેસ્ટ હતી. રોહિતે પાછલી મેચમાં જે પ્રદર્શન કર્યું તે જોઈને પણ તેને ટીમમાંથી બહાર કરવાનો? આમ કહીને વિરાટ કોહલી હસવા લાગે છે.

 ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી ટી20 વર્લ્ડ કપ મેચમાં પ્રથમ બોલમાં જ આઉટ થઈ ગયો હતો. શાહીન શાહ આફ્રિદીના બોલ પર તે LBW થયો હતો. જો કે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વોર્મઅપ મેચમાં તેણે 41 બોલ પર 60 રન કર્યા હતા. કિશન પણ સારા ફોર્મમાં હતો, પરંતુ શું તે રોહિતનું સ્થાન લઈ શકે છે? આ એક ઘણો મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો :પાકિસ્તાન મેચ જીત્યુ પણ કોહલીએ લોકોનું દિલ જીત્યુ, મેચમાં બનાવ્યો આ શાનદાર રેકોર્ડ

આ પણ વાંચો :વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન હારવાનો રેકોર્ડ તૂટીયો,ભારતનો 10 વિકેટથી પરાજય