ગુજરાત/ પેટા ચૂંટણી પ્રચારના પડઘમ હવે થશે શાંત, અને યોજાશે…

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠક માટે આગામી ૩ નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેના પ્રચારના પડઘમ આજે સાંજે  5 વાગ્યા બાદ આચારસંહિતાના પગલે શાંત બની જશે.

Gujarat Others
shah 2 પેટા ચૂંટણી પ્રચારના પડઘમ હવે થશે શાંત, અને યોજાશે...

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠક માટે આગામી ૩ નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેના પ્રચારના પડઘમ આજે સાંજે  5 વાગ્યા બાદ આચારસંહિતાના પગલે શાંત બની જશે. ચૂંટણી પંચની જોગવાઈ મુજબ આજ સાંજે પાંચ વાગ્યા બાદ જાહેર સભા કે પ્રચાર નું કાર્ય થઇ શકશે નહિ પરંતુ ઉમેદવારો અને કાર્યકર્તા ખાટલા બેઠક યોજી શાંતિ પૂર્વક પ્રચાર કાર્ય કરી શકશે.

madhyapradesh / ભાજપના ઉમેદવાર ઇમરાતી દેવી પર ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, પ…

ઉમેદવારો પાસે જોરશોરથી પ્રચાર કરવાનો એક જ દિવસ રહ્યો છે ત્યારે શક્ય છે કે આજે પ્રચારનો ધમધમાટ વધશે. મતદાન સમાપ્ત થાય તેના 48 કલાક પૂર્વ આચારસંહિતાના ભાગ રૂપે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જાય છે. લોકપ્રતિનિધિ ધારાની કલમ 126 હેઠળ લોકસભા, વિધાનસભા કે કોઈપણ પેટાચૂંટણી પૂર્વે આ જોગવાઈ અમલી બને છે. અણિના સમયે મતદારને પ્રભાવિત ન કરી શકાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગાળા દરમિયાન ઉમેદવાર ‘ડોર-ટુ-ડોર’ પ્રચાર કરી શકે છે. જો કે ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ જેવાં સોશિયલ નેટવર્કિંગ પ્લૅટફૉર્મ્સને કારણે તેની અસરકારકતા ઘટી ગઈ છે.  આ સમયગાળા દરમિયાન ઉમેદવારો જાહેરસભા, રેલી લાઉટ સ્પીકર પર પ્રચાર કરી શકશે નહી.

politics / પ. બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મળ્યો મોટો મુદ્દો, …

ગુજરાતમાં પેટા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. અને ઘણી બધી જગ્યાએ ચૂંટણી પ્રચાર દરમિયાન કોરોના ગાઈડ લાઈન્સનો પણ ભંગ જોવા મળ્યો હતો.

નોધનીય છે કે રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામાં આપતા આ બેઠકો ખાલી પડી હતી. જેમાં  અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકનો સમાવેશ થાય છે.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.

દિવાળી / 499 વર્ષ પછી સર્જાઈ રહ્યો છે આવો દુર્લભ યોગ, ગુરુ-શનિની તેની…

અબડાસા

ભાજપ – પ્રદ્યુમનસિંહ જાડેજા

કોંગ્રેસ – શાંતિલાલ સેંઘાણી

મોરબી

ભાજપ – બ્રિજેશ મેરજા

કોંગ્રેસ – જયંતિલાલ પટેલ

ધારી

ભાજપ – જે.વી.કાકડિયા

કોંગ્રેસ – સુરેશ કોટડિયા

ગઢડા

ભાજપ – આત્મારામ પરમાર

કોંગ્રેસ – મોહનલાલ સોલંકી

કરજણ

ભાજપ – અક્ષય પટેલ

કોંગ્રેસ – કિરિટસિંહ જાડેજા

લીંબડી

ભાજપ – કિરિટસિંહ રાણા

કોંગ્રેસ – ચેતન ખાચર

કપરાડા

ભાજપ – જિતુ ચૌધરી

કોંગ્રેસ – બાબુભાઈ વરથા

ડાંગ

ભાજપ – વિજય પટેલ

કોંગ્રેસ – સુર્યકાંત ગાવિત