madhyapradesh/ ભાજપના ઉમેદવાર ઇમરાતી દેવી પર ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, પ્રચાર કરવા પર મુક્યો પ્રતિબંધ

ચૂંટણી પંચે આચારસંહિતાના ભંગ બદલ ઇમરાતી દેવી ઉપર રાજ્યમાં ક્યાંય પણ 1 નવેમ્બરના રોજ જાહેર સભાઓ, સરઘસો, રેલીઓ, રોડ શો અને મીડિયા ઇન્ટરવ્યુમાં ભાગ લેવાની પ્રતિબંધ મૂક્યો છે.

Gujarat Assembly Election 2022 India Politics

મધ્યપ્રદેશમાં 3 નવેમ્બરે 28 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. દરમિયાન, ચૂંટણી પંચે રાજ્ય સરકારમાં પ્રધાન અને ભાજપના ઉમેદવાર ઇમરાતી દેવી પર પ્રતિબંધ મૂક્યો છે. આજે ઇમરાતી દેવી ચૂંટણી પ્રચાર કરી શકશે નહી.

ચૂંટણી પંચે આચારસંહિતાના ભંગ બદલ ઇમરાતી દેવી ઉપર રાજ્યમાં ક્યાંય પણ 1 નવેમ્બરના રોજ જાહેર સભાઓ, સરઘસો, રેલીઓ, રોડ શો અને મીડિયા ઇન્ટરવ્યુમાં ભાગ લેવાની પ્રતિબંધ મૂક્યો છે.

દિવાળી / 499 વર્ષ પછી સર્જાઈ રહ્યો છે આવો દુર્લભ યોગ, ગુરુ-શનિની તેની…

જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે બંધારણની કલમ 324 હેઠળ મળેલા સત્તાઓને આધારે ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર ઇમરાતી દેવી પર મધ્યપ્રદેશમાં ક્યાંય પણ જાહેર સભાઓ, સરઘસો, રેલીઓ, રોડ શો અને મીડિયા ઇન્ટરવ્યુ વિગેરે ઉપર પ્રતિબંધ મુક્યો છે. આપને જણાવી દઈએ કે આજથી રાજ્યમાં ચૂંટણી પ્રચાર અભિયાન બંધ થઈ જશે.

politics / પ. બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મળ્યો મોટો મુદ્દો, …

કમલનાથ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી

આ અગાઉ ચૂંટણી પંચે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આયોગે સ્ટાર પ્રચારકોથી કમલનાથનું નામ હટાવ્યું હતું. ચૂંટણી આયોગે આચારસંહિતાના વારંવાર ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

ચૂંટણી પંચે પોતાના આદેશમાં કહ્યું છે કે કમલનાથ વિરુદ્ધ આચારસંહિતાના ભંગની ફરિયાદો સતત આવી રહી હતી.  ભાજપના નેતા ઇમરાતી દેવીને આઈટમ કહીને સંબોધન કર્યું હતું. કમલનાથે શિવરાજ સિંહને પણ નૌટંકી કલાકાર કહી ને સંબોધન કર્યું હતું.