પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાનની કબૂલાત બાદ ભાજપને આતંકવાદનો મોટો મુદ્દો મળ્યો છે. પાર્ટી આના પર વિરોધી પક્ષોને ઘેરી રહી છે. અને આ મુદ્દાને જુદા જુદા રાજ્યોમાં અલગ રીતે પ્રચારમાં ઉપયોગમાં લેશે. બિહાર વિધાનસભાની ચૂંટણી અને વિવિધ પેટા ચૂંટણીઓમાં આ મુદ્દો ગરમાયો છે, પશ્ચિમ બંગાળની ભાવિ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને નિશાન બનાવશે.
ભાજપ માટે બિહાર વિધાનસભાની ચૂંટણી પછી પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી સૌથી મહત્વપૂર્ણ છે. પાર્ટી અહીં મોટા પરિવર્તનની તૈયારી કરી રહી છે. પશ્ચિમ બંગાળનો મોરચોએ ગૃહ પ્રધાન અમિત શાહનું એક મોટું મિશન છે. જ્યારે પાર્ટી અધ્યક્ષ હતા ત્યારે શાહે જ આખી વ્યૂહ રચના બનાવી હતી. હવે ફરી એકવાર શાહ પ. બંગાળનો મોરચો સંભાળશે.
દરેક રાજ્યમાં પ્રશ્નો ઉભા થશે
પુલવામાના મુદ્દે એક સમયે વિરોધી પક્ષોએ પુરાવા માંગીને કેન્દ્રમાં આવેલી ભાજપ અને મોદી સરકારને ચોતરફી ઘેરી હતી. અને મોટો મુદ્દો બનાવ્યો હતો. હવે જ્યારે પાકિસ્તાનના એક મંત્રીએ પુલવામાં મુદ્દાને પોતાનો મોટી સફળતા ગણાવી છે ત્યારે ત્યારે ભાજપ વિરોધી પક્ષો પર જોરદાર વળતો પ્રહાર કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ, પાર્ટીના નેતાઓ અને સંગઠનોએ રાષ્ટ્ર વિરોધી શિબિરને ચારેતરફથી ઘેરવાનું શરુ કરી દીધું છે. આ માત્ર કેન્દ્રીય સ્તરનો મુદ્દો બનશે નહીં, પરંતુ દરેક રાજ્યની પાર્ટી પોતાના સ્તરે આ મુદ્દો ઉઠાવશે અને તેના હરીફ પક્ષને ઘેરવાનો પછાડવાનો પ્રયાસ કરશે.
બંગાળ માટેનું મિશન
હવે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી છ મહિના પછી યોજાવાની છે, ત્યારે ભાજપે આ મોટો મુદ્દો ઉઠાવ્યો છે. આ દ્વારા તે મમતા બેનર્જી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને સાથે મળીને ઘેરી શકે છે. રાષ્ટ્રવાદનો મુદ્દો પહેલાથી જ ભાજપનો મોટો મુદ્દો રહ્યો છે, હવે તેને તેનાથી વધુ ધાર મળશે. આ મુદ્દો સામાજિક સમીકરણમાં પણ કામ કરી શકે છે.
ગૃહ મંત્રી શાહ મુલાકાત લેશે
ભાજપ માટે આગળનો મોટો મોરચો પશ્ચિમ બંગાળનો છે. બિહારની ચૂંટણીલક્ષી યુદ્ધના અંત સાથે, ભાજપ પશ્ચિમ બંગાળનો મોરચો સંભાળશે. ગૃહમંત્રી અમિત શાહ 5 નવેમ્બરના રોજ બે દિવસીય મુલાકાતે પશ્ચિમ બંગાળ જઈ રહ્યા છે. જ્યાં તેઓ કાર્યકરો સાથે બેઠક કરશે. શાહની બીમારીને કારણે જેપી નડ્ડા 6 નવેમ્બરના રોજ બંગાળ જવાના હતા. પરંતુ હવે શાહ સ્વસ્થ છે તેથી નડ્ડાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ પહેલા નડ્ડા પાર્ટી મીટિંગ માટે સિલિગુરી ગયા હતા. પાર્ટીએ તાજેતરમાં જ સંગઠનમાં બંગાળ નેતાઓને પણ મહત્વ આપ્યું છે.
