દેશમાં ઘણી વખત એવી ઘટનાઓ સામે આવે છે કે જેને સાંભળી આપણે ચોંકી જઇએ છીએ. તેવી જ એક ઘટનાનો વીડિયો બનારસથી સામે આવ્યો છે. અહી એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બે યુવતીઓ એકબીજા સાથે લગ્ન કરતી જોવા મળી રહી છે. આ યુવતીઓએ મંદિરમાં જઇને હિન્દુ સંસ્કૃતિથી લગ્ન કર્યા. બંન્ને યુવતીઓએ હાથમાં નવી દુલ્હનની જેમ બંગણીઓ પહેરેલી હતી. તેટલુ જ નહી તેમના માથે સિંન્દુર પણ જોવા મળ્યુ હતુ. આ લગ્નને જોવા સ્થાનિકો દોડી આવ્યા હતા. જેમા ઘણા લોકોએ આ લગ્નનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. જે હવે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

બનારસ જિલ્લાનાં રોહનિયા વિસ્તારમાં સ્થિત ઘાગડબીર હનુમાન મંદિરમાં મંગળવાર બપોરે બે યુવતીઓ જીન્સ અને ટીશર્ટ પહેરીને પહોચી હતી. આ બંન્ને યુવતીઓ ઘણો સમય મંદિર પરિસરમાં જ બેઠી રહી. ત્યારબાદ તે બંન્નેએ મંદિરનાં પુજારીને વિનંતી કરી કે તે બંન્નેનાં લગ્ન કરાવી દે. આ વાત સાંભળી પુજારી પહેલા ચોંકી ગયો અને તેણે આ કરવાની સ્પષ્ટ ના કહી દીધી. જો કે યુવતીઓનાં વારંવાર કહ્યા પર પુજારીએ લગ્ન કરાવવાની હા કહી દીધી. ત્યારબાદ લગ્નની વિધિ શરૂ કરવામા આવી અને બાદમાં બંન્નેએ એકબીજાને ફૂલહાર પહેરાવ્યો. યુવતીઓએ હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા. એક યુવતીએ મંગળસૂત્ર પહેરાવ્યુ અને બાદમાં સિંદૂર લગાવવાની વિધિ પૂરી કરી. લગ્નનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બંન્ને યુવતીઓ પરત થઇ ગઇ. જો કે આ લગ્ન કેમેરામાં કેદ થઇ જતા હવે ખૂબ વાયરલ થઇ રહ્યા છે. જે હવે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
https://twitter.com/AjayNDTV/status/1146749924979044352
આ સમગ્ર મામલે જ્યારે મંદિરનાં પુજારીને પુછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યુ કે, એકબીજા સાથે લગ્ન કરનાર યુવતીઓમાં એક કાનપુર અને બીજી વારાણસીની રહેવાસી હતી. કાનપુરમાં રહેતી યુવતી સુંદરપુરમાં રહેતી તેની માસીનાં ઘરે અભ્યાસ કરવા માટે આવી હતી. આ દરમિયાન તેને માસીની દિકરી સાથે પ્રેમ થઇ ગયો અને અંતે તેમણે એકબીજા સાથે લગ્નગ્રથીથી જોડાવવાનો નિર્ણય કર્યો. આ લગ્ન હાલમાં સ્થાનિકો માટે એક ચર્ચાનો વિષય બની રહ્યો છે. લગ્ન બાદ આ બંન્ને યુવતીઓની કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
