Not Set/ આ..ઉ…કોરોના એ હવે આ અભિનેતાના ઘરમાં કર્યો પ્રવેશ, કોને થયો કોરોના..

કોરોના મહામારીના આઠ મહિના બાદ ધીમા પગલે બોલીવુડમાં જાણે કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે.ફિલ્મ અભિનેતા

Trending Entertainment
SIDHDNT

કોરોના મહામારીના આઠ મહિના બાદ ધીમા પગલે બોલીવુડમાં જાણે કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે.ફિલ્મ અભિનેતા સની દેઓલને કોરોના આવ્યા બાદ નીતુ કપૂર સહિતના ત્રણ અભિનેતાઓને કોરોના થયો હતો, આ અગાઉ પણ ઘણા અભિનેતા તેમજ અભિનેત્રીઓ કોરોનાની ઝપેટે ચડી ચૂક્યા છે. કેટલાક માટે કોરોના જીવલેણ નીવડયો હતો. હવે બોલિવૂડના સિતારાઓના ઘરના સભ્યો કોરોનાની ઝપેટે ચડવા લાગ્યા છે.

KBC 12 / ….એ લોકો એ મારો હાથ પકડ્યો અને …એ પછી ચાલુ ટ્રેન…

“આ…..ઉ…..” અલગ અંદાજમાં બોલવા માટે પ્રખ્યાત બોલિવૂડની ફિલ્મોમાં કોમેડી અને વિલનની એક્ટિંગના બેતાજ બાદશાહ શક્તિ કપૂરના દીકરા અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કોરોના સંક્રમિત થયા છે. હાલમાં તેઓ ગોવામાં છે. અને તેણે પોતાને સેલ્ફ ક્વૉરન્ટિન કરી લીધો છે. હાલમાં તેનો જિભનો ટેસ્ટ જતો રહ્યો છે.આ પહેલા શક્તિ કપૂરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મારા દીકરાને કોવિડ 19 લક્ષણ લાગ્યા હતાં જેને કારણે તેણે રિપોર્ટ કરાવ્યો હતો. હવે ખુદ સિદ્ધાંતે કનફર્મ કર્યુ છે કે તે કોરોના પોઝિટિવ છે.

CHIN / LAC નું એક તરફી ઉલ્લંઘન કરવાની ડ્રેગનની નાપાક હરકત…

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સિદ્ધાંત કપૂરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ‘રવિવારનાં મારો ટેસ્ટ સેન્સ જતો રહ્યો હતો. મને લાગ્યું કે મારે હવે રિપોર્ટ કરાવી લેવો જોઇએ. અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ગોવામાં છું અહીં અમારું એક ઘર છે. ભગવાનનો આભાર માની રહ્યો છું કારણકે હું મુંબઇની ભીડ અને ટ્રાફિકની વચ્ચે નથી. મે મારી જાતને ક્વોરન્ટિન કરી લીધી છે. મને લાગે છે કે, હું થોડા દિવસમાં ઠીક થઇ જઇશ. ‘

INDvsAUS / દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સીરીઝને લઇને કરી ભવિષ્યવા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…