આજના સમયમાં લગભગ તમામ સ્માર્ટફોન યુઝર્સ WhatsAppનો ઉપયોગ કરે છે. જેની મદદથી તસવીરો, વીડિયો અને ડોક્યુમેન્ટ્સ શેર કરી શકો છો તેમજ ફ્રી કોલ પણ કરી શકો છો. ત્યારે WhatsApp દ્વારા છેતરપિંડી ખૂબ જ ઝડપથી થઈ રહી છે. સ્કેમર્સનું આ સોફ્ટ ટાર્ગેટ છે. પરંતુ કેટલાક યૂઝર્સ એવા છે જે જાણ્યે-અજાણ્યે એવી ભૂલો કરે છે જેના કારણે તેમને જેલ જવું પડી શકે છે. આટલું જ નહીં WhatsApp એકાઉન્ટને પણ બંધ કરી શકાય છે. શું તમે પણ આ ભૂલો કરો છો? આવી ભૂલ કરતા પહેલા સાવચેત રહો. અહીં જાણો તે બધી ભૂલો વિશે જે તમને જેલમાં મોકલી શકે છે.
WhatsApp પર ભૂલથી પણ ન કરો આ કામ
જો તમે WhatsApp પર કોઈને ટેક્સ્ટ, ઓડિયો તથા વીડિયો સિવાય કોલના માધ્યમથી ધમકી આપો છો તો તમે જેલ ભેગા થઈ જશો. કોઈને પણ ગેરકાયદે ધમકી આપવી તે ગુનો છે. મેટા અને WhatsApp કંપની કોઈપણ સંજોગોમાં પોર્નોગ્રાફીને મંજૂરી આપતી નથી. આ સિવાય કોઈને હેરાન કરતા મેસેજ મોકલવાથી એકાઉન્ટ બંધ થઈ શકે છે.
ફેક એકાઉન્ટ બનાવવાથી પણ થઈ શકે છે જેલ
WhatsApp પર ફેક એકાઉન્ટ બનાવવું તે પણ એક ગુનો છે. જેના કારણે માત્ર જેલ જ નહીં પરંતુ દંડ પણ થઈ શકે છે. સામાન્ય રીતે સ્કેમર્સ આ કામ કરે છે. તમારી સંપર્ક લિસ્ટમાં ન હોય તેવા યુઝર્સને મેસેજ મોકલવાનું ટાળો. એકસાથે ઘણા બધા મેસેજ, કોઈપણ એપ દ્વારા ઓટો-મેસેજીંગ ફીચર અને ઓટો ડાયલીંગથી પણ તમને જેલમાં મોકલી શકે છે.
એપમાં છેડછાડ ન કરો
જો તમે ડેવલપર છો અને WhatsApp એપમાં છેડછાડ કરવાનો પ્રયત્ન કરો છે તો સાવધાન થઈ જાવ. કંપની દ્વારા આપેલી માહિતી અનુસાર, સર્વિસ કોડ, રિવર્સ એન્જિનિયર, મોડીફાઈ અને અલ્ટર કરવું તે નિયમો વિરુદ્ધ છે. આ સાથે કોઈને માલવેયર,વાયરસ મેકલીને WhatsApp હેક તથા સ્માર્ટફોન હેક કરવા પર પણ જેલ થઈ શકે છે.
આ પણ વાંચો:Largest Car Manufacturing Country/ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો કાર ઉત્પાદક દેશ બનશે, આ ક્ષેત્રમાં લાખો નવી નોકરીની તકો ઊભી થશે
આ પણ વાંચો:Jio AI Model/ભારત માટે સ્પેશિયલ AI મોડલ તૈયાર કરશે Jio, ઘણા મોટા ક્ષેત્રો તેનો લાભ મેળવી શકશે
આ પણ વાંચો:FACEBOOK/ Facebook સપ્ટેમ્બરથી બંધ કરી રહ્યું છે આ એપ, આજે જ કરો ડેટા સેવ, નહીં તો થઇ શકે છે નુકસાન