Technology/ WhatsAppમાં આવી ગયુ જબરું ફિચર, હવે એકસાથે ચાર મોબાઇલમાં ચલાવી શકાશે એક જ વૉટ્સએપ, નેટ વિના પણ કરશે કામ

આ ફિચરની મદદથી તમે ચાર ડિવાઇસમાં એક વૉટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશો. ખાસ વાત એ છે કે, આમા મેઇન ડિવાઇસમાં જો નેટ બંધ પણ છે તો પણ બીજા ડિવાઇસમાં WhatsApp ચાલતુ રહેશે.

Tech & Auto
Untitled 114 WhatsAppમાં આવી ગયુ જબરું ફિચર, હવે એકસાથે ચાર મોબાઇલમાં ચલાવી શકાશે એક જ વૉટ્સએપ, નેટ વિના પણ કરશે કામ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp યૂઝર્સને જે ફિચરનો ઇન્તજાર હતો તેને રૉલઆઉટ કરી દેવામાં આવ્યુ છે. જી હા, અમે વાત કરી રહ્યાં છીએ મલ્ટી ડિવાઇસ ફિચરની. કંપનીએ આના બીટા વર્ઝનને લૉન્ચ કરી દીધુ છે. આ ફિચરની મદદથી તમે ચાર ડિવાઇસમાં એક વૉટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશો. ખાસ વાત એ છે કે, આમા મેઇન ડિવાઇસમાં જો નેટ બંધ પણ છે તો પણ બીજા ડિવાઇસમાં WhatsApp ચાલતુ રહેશે.

અત્યારે આ લોકો માટે છે અવેલેબલ-

WhatsApp ચીફ વિલ કૈથકાર્ટે એપના અપડેટેડ મલ્ટી-ડિવાઇસ ફિચર મીટે એક લિમીટેડ પબ્લિક બીટા ટેસ્ટિંગની જાહેરાત કરી છે. હાલ આ બીટા ટેસ્ટર્સના એક ખાસ ગૃપ માટે અવેલેબલ છે જે WhatsAppના બીટા પ્રૉગ્રામનો ભાગ છે. કૈથકાર્ટ અનુસાર જલ્દી જ આને ગ્લૉબલ લેવલ પર રૉલઆઉટ કરી દેવાશે.

ચાર ડિવાઇસમાં ચાલી શકશે WhatsApp-

મીડિયા રિપોર્ટ અનુસાર, WhatsApp Multi Device ફિચર અંતર્ગત યૂઝ્સ મેઇન ડિવાઇસ ઉપરાંત ત્રણ એડિશનલ ડિવાઇસ પર એક WhatsApp ચલાવી શકશે. રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે આ ફિચરના કારણે શરૂઆતમાં પરફોર્મન્સ અને ક્વૉલિટીને લઇને યૂઝ્સને થોડી પરેશાની થઇ શકે છે, પરંતુ સમય સાથે બધુ બરાબર થઇ જશે.

ઇન્ટરનેટ વિના થશે કામ-

રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે આ ફિચર મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચરનો યૂઝ કરવા માટે યૂઝર્સને એપનુ લેટેસ્ટ વર્ઝન ડાઉનલૉડ કરવુ પડશે. આ ઉપરાંત ખાસ વાત એ છે કે, લિંક કરવામાં આવેલુ એડિશનલ ડિવાઇસ, મેન ડિવાઇસ પર એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ચાલી શકશે. મતલબ એકવાર બીજા ડિવાઇસથી કનેક્ટ કર્યા બાદ તમે ઇચ્છો તો મેન ડિવાઇસથી ઓફલાઇન થઇ શકો છો. ઓફલાઇન થયા બાદ પણ એડિશનલ ડિવાઇસીસમાં વૉટ્સએપ ચાલતુ રહશે.