કોરોના મહામારી/ આગામી 125 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ, કેન્દ્રએ ત્રીજી લહેર અંગે આપી ચેતવણી

નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે જણાવ્યું કે, વિશ્વ પર નજર કરીએ તો સ્પેનમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસ 64 ટકા વધ્યા છે…

Top Stories India
A 289 આગામી 125 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ, કેન્દ્રએ ત્રીજી લહેર અંગે આપી ચેતવણી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચિંતાના કારણ તરીકે 73 જિલ્લાઓની ઓળખ કરી છે. આ જિલ્લાઓમાં કોરોના બીજી લહેર પછી દરરોજ 100 થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આવતા 100-125 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યા છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં દેશમાં કોરોના કેસના ઘટાડા દરમાં ઘટાડો થયો છે અને આને ત્રીજી લહેરની ચેતવણી તરીકે લેવાની જરૂર છે. આપને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કોરોના સંબંધિત નિયમોનું પાલન કરવા પણ વિનંતી કરી છે.

નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે જણાવ્યું કે, વિશ્વ પર નજર કરીએ તો સ્પેનમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસ 64 ટકા વધ્યા છે જ્યારે નેધરલેન્ડ્સમાં 300 ટકાનો વધારો થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક સ્તરે ચેતવણી આપી છે. આપણે આ બાબત સમજવી પડશે. આપણા પર હજી પર કોરોનાનું ભયંકર જોખમ તોળાઈ રહ્યું છે.

હજી દેશમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી નથી. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે,પરંતુ સાવધાની નહીં રાખીએ અને કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરીએ તો સ્થિતિ ગમે ત્યારે બગડી શકે છે. ડૉ. પૉલે કહ્યું કે આઈસીએમઆર મુજબ  કોરોનાની રસીના બે ડોઝથી મોતનું જોખમ 95 ટકા અને એક ડોઝથી 82 ટકા ઘટી જાય છે. તમિલનાડુના પોલીસ કર્મચારીઓ પર કરાયેલા એક અભ્યાસના આધારે આ દાવો કરાયો છે.

આ પણ વાંચો :વિદિશા અકસ્માત અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને 2 લાખ સહાય

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીના સંદર્ભમાં શુક્રવારે છ રાજ્યો તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાને કહ્યું કે દેશે પારસ્પરિક સહયોગ અને સંયુક્ત પ્રયાસોથી કોરોના સામે લડાઈ લડી છે. વડાપ્રધાન કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટનું નવું નામ , જાહેરનામાં દ્વારા બહાર પડાયું

તેમણે મુખ્યમંત્રીઓને કહ્યું કે ત્રીજી લહેર અટકાવવા માટે કોરોના વિરુદ્ધ આગોતરા અને અસરકારક પગલાં લેવા પડશે. આ સાથે વડાપ્રધાને ૪-ટી નીતિ પર ભાર મૂકતા કહ્યું કેત આપણે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકા (રસીકરણ)ની આપણી રણનીતિ પર ધ્યાન કેન્દ્રીત કરીને આગળ વધતા રહેવું પડશે. આપણે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર વિશેષ ધ્યાન આપવું પડશે. જે જિલ્લામાં પોઝિટિવિટી રેટ વધુ છે, જ્યાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યાં એટલું જ વધુ ફોકસ કરવું જરૃરી છે.

આ પણ વાંચો :રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયમર્યાદા તા.૩૧ જુલાઇ સુધી લંબાવવામાં આવી