Pre Vibrant Event/ નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાયો કાર્યક્રમ,અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

ગુજરાતમાં આગામી જાન્યુઆરી મહીનામાં યોજાવા જઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ.

India
નર્મદામાં

દેશની “ગ્રોસ ડેમોસ્ટિક પ્રોડક્ટ” માં મહત્વનો હિસ્સો ધરાવતા પ્રવાસન ક્ષેત્ર માટે આ એન્યુઅલ કન્વેન્શન મહત્વપૂર્ણ સાબિત થશે પ્રારંભિક સત્ર બાદ ધ એડવેન્ચર ટ્રાયોલોજી – મેગા ટ્રેલ બોર્ડર ટુરિઝમ અને વાઈબ્રન્ટ, પંજાબ ટુરિઝમ પ્રેઝન્ટેશન કરવામાં આવશે. પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે અને તેને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ સેશન્સ યોજવામાં આવ્યા.

આગામી જાન્યુઆરી મહિનામાં યોજાવા જઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે તા.૧૯ ડિસેમ્બર સુધી એક્સપ્લોરિંગ ન્યુ ફ્રોન્ટિયર્સ થીમ હેઠળ 15 માં એન્યુઅલ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં અરુણાચલ પ્રદેશ ના મુખ્યમંત્રી પેમાં ખાંડું સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા. દેશની “ગ્રોસ ડેમોસ્ટિક પ્રોડક્ટ” માં મહત્વનો હિસ્સો ધરાવતા પ્રવાસન ક્ષેત્ર માટે આ એન્યુઅલ કન્વેન્શન મહત્વપૂર્ણ સાબિત થશે પ્રારંભિક સત્ર બાદ ધ એડવેન્ચર ટ્રાયોલોજી – મેગા ટ્રેલ બોર્ડર ટુરિઝમ અને વાઈબ્રન્ટ, પંજાબ ટુરિઝમ પ્રેઝન્ટેશન કરવામાં આવશે.

સાથે જ જાણીતા કલાકાર મિલિંદ સોમણ સાથે ખાસ વાર્તાલાપ યોજાશે સાથે જ જમ્મુ કશ્મીર ટુરિઝમ અંગે પ્રેઝન્ટેશન, ગુજરાત અનવેઇલ્ડ – ટુરિસ્ટ એક્સપિરિયન્સ પછી એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયાના એવોર્ડ આપવામાં આવશે.

સાહસિક પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે અને તેને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ સેશન્સ યોજવામાં આવ્યા. જેમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અને તેના માપદંડો, ઇન્સ્યોરન્સ, મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ રિકોગ્નિઝેશન, ‘લિવ નો ટ્રેસ એન્ડ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ’, રેપ્યુટેશન મેનેજમેન્ટ, ATOAI વિમેન્સ કલેક્ટિવ સહિત આઉટડોર એડવેન્ચર એજ્યુકેશન જેવા વિષયો પર કેન્દ્ર-રાજ્યોના અધિકારીઓ ઉપરાંત તજજ્ઞો દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા સાથે જ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમાં ખાંડું એ વિવિધ સ્ટોલ્સ ની પણ મિલકત લીધી.


whatsapp ad White Font big size 2 4 નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાયો કાર્યક્રમ,અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત