Not Set/ #INDvWI : જાડેજાની ફિરકીમાં ફસાયું વેસ્ટ ઇન્ડીઝ, ભારતે ૯ વિકેટે જીત હાંસલ કરી ૩-૧થી શ્રેણી પર કર્યો કબ્જો

તિરુવંતપુરમ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેચ તિરુવંતપુરમના ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ હતી. પાંચમી વન-ડેમાં કેરેબિયન ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા માત્ર ૧૦૪ રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ છે અને ભારતને ૧૦૫ રનનો આશાન ટાર્ગેટ આપ્યો હતો. And, it's a wrap.#TeamIndia win the 5th @Paytm ODI by 9 wickets.#INDvWI pic.twitter.com/uzYnO90u1K— BCCI (@BCCI) […]

Top Stories Trending Sports
Dq6fGJ U0AAN 6m #INDvWI : જાડેજાની ફિરકીમાં ફસાયું વેસ્ટ ઇન્ડીઝ, ભારતે ૯ વિકેટે જીત હાંસલ કરી ૩-૧થી શ્રેણી પર કર્યો કબ્જો

તિરુવંતપુરમ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેચ તિરુવંતપુરમના ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ હતી. પાંચમી વન-ડેમાં કેરેબિયન ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા માત્ર ૧૦૪ રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ છે અને ભારતને ૧૦૫ રનનો આશાન ટાર્ગેટ આપ્યો હતો.

કેરેબિયન ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૦૫ રનના લક્ષ્યના જવાબમાં ભારતે આ ટાર્ગેટ માત્ર ૧ વિકેટના નુકશાને વટાવી હાંસલ કર્યો હતો. આ સાથે જ ભારતે પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી લીધી છે.

આ પહેલા ઓપનર શિખર ધવન ૬ રન બનાવી આઉટ થયો હતો, જયારે ઓપનર બેટ્સમેન રોહિત શર્મા ૬૩ રન અને કેપ્ટન કોહલી ૩૩ રને અણનમ રહ્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર ૧૦૪ રનમાં થઇ ઓલઆઉટ

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર ૧૦૪ રન બનાવ્યા હતા. કેરેબિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન પોવેલ તેમજ શાઈ હોપ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયનમાં પાછા ફર્યા છે.

જયારે રોવમેન પોવેલ ૧૬ રન, માર્લોન સેમ્યુઅલ ૨૪ રન, સીમરોન હેટમેયર ૯ રન, કેપ્ટન જેશન હોલ્ડર ૨૫ રન અને કિમો પોલ ૫ રન બનાવી આઉટ થયા છે.

ભારત તરફથી સ્પિન બોલર રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ ૪ વિકેટ, જયારે જસપ્રીત બુમરાહ, ખલિલ અહેમદ ૨-૨ વિકેટ તેમજ ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે ૧ – ૧ ખેલાડીઓને પેવેલિયનમાં ભેગા કર્યા છે.

ચોથી વન-ડેમાં ભારતીય ટીમે ૨૨૪ રનના વિશાળ માર્જિનથી જીત હાંસલ કરી હતી, ત્યારે અંતિમ મેચમાં ટીમના વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

જયારે વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. એશ્લે નર્સની જગ્યાએ દેવેન્દ્ર બિશુ તેમજ ચંદ્રપોલ હેમરાજની જગ્યાએ ઓશાને થોમસને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી છે.