વરસાદ / જળમગ્ન બન્યુ બેંગલુરુનું AirPort, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

રાજધાની બેંગલુરુનાં ઘણા વિસ્તારો સંપૂર્ણપણે ડૂબી ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે.

દેશનાં ઘણા રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ ઘણા રાજ્યો હજુ પણ ભારે વરસાદની પકડમાં છે. કર્ણાટકમાં સોમવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજધાની બેંગલુરુનાં ઘણા વિસ્તારો સંપૂર્ણપણે ડૂબી ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. અહીંનાં કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર પાણી ભરાવાને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો – નવી સિદ્ધિ હાંસલ / મુકેશ અંબાણીની સંપત્તિમાં થયો વધારો, જેફ બીઝોસ અને એલન મસ્કની લિસ્ટમાં જોડાયા

બેંગલુરુનાં કોનપ્પના અગ્રહારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરમાં શોર્ટ સર્કિટનાં કારણે પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. નાયબ પોલીસ કમિશનર ડો.સંજીવ એમ.પાટીલે મીડિયાને આ માહિતી આપી છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે એક દિવસ પહેલા કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી. હવામાન વિભાગે બેંગલુરુમાં આજે પણ ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે અને તેના કારણે અહીં એલર્ટ છે. IMD એ કેરળ અને માહેમાં આજથી 14 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. તો વળી, ખાનગી હવામાન માહિતી સંસ્થા સ્કાયમેટે કહ્યું છે કે, હાલમાં સામાન્ય પવન પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે આગામી 24 કલાક ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશનાં મોટા ભાગનાં વિસ્તારો, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો – Afaghanistan Cricket / શું ICC અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરશે? CEO એ ટી 20 વર્લ્ડ કપ વિશે મોટું નિવેદન આપ્યું

બંગાળની ખાડીમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થઈ શકે છે, જેના કારણે દેશનાં ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ શકે છે. હાલમાં, આગામી 24 કલાક દરમિયાન અંડમાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તો જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા, દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગો અને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હળવા વરસાદની સંભાવના છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment