Not Set/ મુકેશ અંબાણીની સંપત્તિમાં થયો વધારો, જેફ બીઝોસ અને એલન મસ્કની લિસ્ટમાં જોડાયા

૬૪ વર્ષીય મુકેશ અંબાણીએ યારથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કમાન સંભાળી છે ત્યારબાદથી સતત તેમની કંપની આગળ વધી રહી છે અને પ્રગતિ કરી રહી છે અને સિદ્ધિ ના નવા નવા મુકામ હાંસલ કરી રહી છે

Business

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ નવી સિદ્ધિ હાંસલ કરી છે અને તેઓ વિશ્વના ૧૦૦ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા મોટા ગજાના બિઝનેસમેનો ની લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. આ લિસ્ટમાં જેફ બિઝોસ અને એલન મસ્ક પણ છે.

બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્ષ ના જણાવ્યા મુજબ મુકેશ અંબાણીની સંપત્તિમાં ચાલુ વર્ષે ૨૩.૮ અબજો ડોલરનો વધારો થયો છે અને તાજા આંકડા મુજબ એમની કુલ સંપત્તિ ૧૦૦ અબજ ડોલરને પાર થઈ ગઈ છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૧૦૦ અબજ ડોલરની સંપત્તિ વાળા લિસ્ટમાં મુકેશ અંબાણી નું સ્થાન અગિયારમું છે અને સૌથી ઉપર એલન મસ્ક રહ્યા છે અને ત્યારબાદ જેફ બિઝોસનો સમાવેશ થાય છે અને હવે આ યાદીમાં મુકેશ અંબાણી પણ ગોઠવાઈ ગયા છે.

૬૪ વર્ષીય મુકેશ અંબાણીએ યારથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કમાન સંભાળી છે ત્યારબાદથી સતત તેમની કંપની આગળ વધી રહી છે અને પ્રગતિ કરી રહી છે અને સિદ્ધિ ના નવા નવા મુકામ હાંસલ કરી રહી છે. રિટેલ ક્ષેત્રમાં તેમની સારી પ્રગતિ રહી છે અને એ જ રીતે ઈ કોમર્સ સેકટરમાં પણ તેમની કંપની આગળ વધી રહી છે.૨૦૧૬માં મુકેશ અંબાણી ટેલિકોમ સેકટરમાં ઉતર્યા હતા અને તેમાં પણ પ્રગતિ કરી છે અને આજે જીઓ નું પ્રભુત્વ દેખાઈ રહ્યું છે અને હવે એમણે નવી સિદ્ધિ હાંસલ કરી લીધી છે અને ૧૦૦ આ બાજુ ડોલરની સંપત્તિ વાળા લિસ્ટમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે.