જોન વૉલવર્થ નામના વ્યક્તિએ તેની પત્ની સામે કેસ કર્યો. જોકે આ ઘટના સમયે તેની પત્ની તેની ગર્લ ફ્રેન્ડ હતી. ગર્લ ફ્રેન્ડના ઘરે બેઝમેન્ટમાં વિનેગર બોક્સ ટ્રાન્સફર કરતાં સમયે ગર્લફ્રેન્ડના શૂઝ વચ્ચે આવતા તે સીડી પર સરકીને નીચે પટકાયો હતો. આ ઘટનામાં તેને મલ્ટિપલ ફ્રેક્ચર આવ્યા હતા. તેની સારવારમાં તેણે $80,000 (આશરે 60 લાખ રૂપિયા) ખર્ચ્યા.અમેરિકાથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. પત્નીના શૂઝ વચ્ચે આવવાથી પડી જતાં ફ્રેક્ચર આવ્યું તો પતિએ કોર્ટમાં કેસ કર્યો છે. સીડીમાં પડવાથી ફ્રેક્ચર આવતા તેના વળતર માટે તેણે પત્ની પાસેથી $80,000 (આશરે 60 લાખ રૂપિયા) માગ્યા.
વૉલવર્થ 1 ગેલન જગ વિનેગરનું બોક્સ લઈ બેઝમેન્ટની સીડી ઉતરી રહ્યો હતો. વચ્ચે તેની ગર્લફ્રેન્ડના શૂઝ પડ્યા હતા. બોક્સ વચ્ચે આવી જવાથી આ શૂઝ ન દેખાતા તે નીચે પટકાયો હતો. આ અકસ્માતને કારણે તેની સર્જરી થઈ હતી એટલું જ નહિ કેટલાક મહિનાઓ સુધી તે નોકરી પર પણ નહોતો જઈ શક્યો. નોકરી ન જવાને કારણે તેને $18,000 (આશરે 18.57 લાખ રૂપિયા)નું નુક્સાન થયું હતું. 2019માં તેણે પોતાના ફાઈનાન્શિયલ નુક્સાનનાં વળતર માટે કેસ કર્યો.
કેસ કરતાં સમયે તેણે આરોપ લગાવ્યો હતો કે ગર્લફ્રેન્ડના શૂઝ સીડીમાં વેર વિખેર પડ્યા હતા. જોકે કોર્ટમાં જજનાં અવલોકનમાં આ વાત ખોટી પડી અને તેમણે વળતરની માગણી સ્વીકારી નહિ.
