Not Set/ અભિજીત સાવંત અને ‘ભાભીજી ઘર પર હૈ’ સિરીયલનાં અંગૂરી ભાભી પણ કોરોના પોઝિટિવ

દેશમાં કોરોના કેટલી ખતરનાક ગતિ સાથે વધી રહ્યો છે, તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે, દર બે કે ત્રણ કલાકે હવે કોઇ દિગ્ગદ નેતા-અભિનેતા કે ખેલાડીનાં કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 

Top Stories Entertainment

દેશમાં કોરોના કેટલી ખતરનાક ગતિ સાથે વધી રહ્યો છે, તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે, દર બે કે ત્રણ કલાકે હવે કોઇ દિગ્ગદ નેતા-અભિનેતા કે ખેલાડીનાં કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ઓનલાઇન ચલણની બોલબાલા / આત્મનિર્ભર ભારતની નવી ઓળખ, ભારત ઓનલાઇન ચૂકવણીમાં પ્રથમ ક્રમે

ખેલાડીઓથી લઇને નેતા અને ફિલ્મી હસ્તીઓ પણ આજે કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. હાલમાં બોલિવૂડનાં દિગ્ગજ સ્ટાર અક્ષય કુમાર અને ગોવિંદા બાદ ‘ભાભીજી ઘર પર હૈ’ સિરીયલની અંગૂરી ભાભી એટલે કે શુભાંગી અત્રે અને પ્રથમ ઈન્ડિયન આઇડલ અભિજીત સાવંત પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. શુભાંગીએ જણાવ્યું હતું કે, તે હાલમાં હોમ ક્વોરેન્ટીનમાં છે. તે ડોક્ટરની સલાહથી દવાઓ લઈ રહી છે. વળી, શુભાંગીનાં પતિ અને પુત્રી કોરોના નેગેટિવ હોવાનું જાણવા મળ્યું છે.

બોલિવૂડમાં કોરોના વિસ્ફોટ / અક્ષય કુમાર બાદ વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર પણ થયા કોરોના સંક્રમિત

આ પહેલા શુભાંગીએ એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, મને છેલ્લા બે દિવસથી લક્ષણો જોવા મળ્યા હતા, ત્યારબાદ મે ઝડપી ટેસ્ટ કરાવ્યું હતુ, મે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો, જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં પોતાને હોમ ક્વોરેન્ટીન કરી દીધી છે અને દવા ઘરે ચાલી રહી છે. મને તાવ આવ્યો હતો, સાથે મને કાકડાની તકલીફ પણ થઈ રહી હતી, મને લાગ્યું કે મને કોરોના જ હશે, પરંતુ જ્યારે મેં વધુ લક્ષણો જોયા ત્યારે તુરંત જ એક ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે.”

https://twitter.com/abhijeetsawant5/status/1378962471612899331?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1378962471612899331%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fentertainment%2Ftelevision%2Fstory%2Fbhabiji-ghar-par-hain-shubhangi-atre-corona-positive-get-herself-home-quarantine-tmov-1233540-2021-04-05

પ્રથમ ઈન્ડિયન આઈડલનાં વિજેતા અભિજીત સાવંતને પણ કોરોના થયો છે. તેણે આ અંગેની માહિતી ટ્વિટર પર શેર કરી છે. અભિજીતે કહ્યું કે, હુ કોરોના પોઝિટિવ છુ. આપ સલામત રહો અને સાવચેતી રાખશો. માસ્ક પહેરો, તેને અવગણશો નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ