ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં એક પેપર મિલમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ છે કે લગભગ 6 કલાક પછી પણ તેના પર કાબૂ મેળવી શકાયો નથી. હાલ 20 ફાયર ગાડીઓ આગ પર કાબુ મેળવવા માટે સ્થળ પર કામ કરી રહી છે. જો કે, હજુ સુધી આગને કારણે કોઈના મૃત્યુ કે ઈજા વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.વલસાડના વાપીમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઓચિંતા એક પેપર મિલમાં આગ લાગી હતી. વાપી જીઆઈડીસીના પ્લોટ નંબર 97માં આવેલી શાહ પેપરમિલમાં ગુરૂવારના સાંજના ઓચિંતા આગ ભભૂકી હતી. કાગળ અને રો-મટીરીયલ્સ જ્યાં રાખવામાં આવે છે તે જ સ્થળે આગ લાગતા રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
વાપીમાં ફાયર બ્રિગેડના અધિકારી અંકિત લુથે જણાવ્યું હતું કે, “આગ હજુ કાબૂમાં આવી નથી. કેટલો સમય લાગશે તે કહી શકાય તેમ નથી. પેપર મિલ લગભગ 4.5 કલાકથી સળગી રહી છે અને આગ સંપૂર્ણપણે બુઝાય તે પહેલા સવાર સુધી ચાલુ રહેવાની ધારણા છે. લગભગ 20 ફાયર ગાડીઓ અહીં હાજર છે.
Valsad, Gujarat | Fire breaks out at a paper mill in Vapi. About 8 to 10 fire tenders at the spot; fire continues to expand. No injuries as of now. pic.twitter.com/8wKtWCup0z
— ANI (@ANI) November 4, 2021
પેપર મિલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. હાલ આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
