Sabarkantha News: સાબરકાંઠાના ઈડરમાં ફૂડ પોઈઝનિંગ (Food poisoning)ની ઘટના સામે આવી છે. હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન લીધા બાદ 45થી વધુ બાળકોની તબિયત લથડતા બાળકોને ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ સ્થાનિક તંત્ર દોડતું થયું છે.શાળામાં બનાવવામાં આવેલી અડદની દાળમાંથી ગરોળી નીકળ્યાનો આક્ષેપ થતાં સમગ્ર મામલે સવાલો ઊભા થયા છે.
હસનપુરામાં 45 થી વધુ બાળકોને Food poisoningની અસર
હસનપુરા પ્રાથમિક શાળા (Hasanpura Primary School)ની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળામાં બાળકો માટેના મધ્યાહન ભોજન જમ્યા બાદ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. આ બેદરકારી ભોગ 45 જેટલા બાળકો બનાતા બાળકોને તત્કાલિક સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ (Idar Civil Hospital)માં લઈ જવામાં આવ્યા હતા. હસનપુરા પ્રાથમિક શાળામાં બાળકો માટે મધ્યાહન ભોજનમાં અડદની દાળ બનાવવામાં આવી હતી.
ભોજન લીધા બાદ કેટલાક બાળકોને પેટમાં દુખાવો, ઉલટી સહિતની તકલીફો થઈ હોવાની માહિતી સામે આવી છે. બાળકોની સંખ્યા વધતાં શાળા તંત્ર અને વાલીઓમાં ચિંતા ફેલાઈ હતી. ત્યારબાદ અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
દાળમાંથી ગરોળી નીકળ્યાનો આક્ષેપ
આ સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર આક્ષેપ એ છે કે બાળકો માટે બનાવવામાં આવેલી અડદની દાળમાંથી ગરોળી નીકળી હતી. આ આક્ષેપ બાદ મધ્યાહન ભોજનની ગુણવત્તા અને ખાદ્ય સામગ્રીની તપાસ સામે પણ સવાલો ઊભા થયા છે.
મધ્યાહન ભોજન વિભાગની કામગીરી સામે સવાલ
આ ઘટનાને પગલે મધ્યાહન ભોજન વિભાગની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા, રસોઈની સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની તપાસ કરવામાં આવે છે કે નહીં તે અંગે વાલીઓમાં અને ગ્રામજનોમાં ચર્ચા શરૂ થઈ છે. સાથે જ પુરવઠા વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શાળામાં પહોંચાડવામાં આવતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને તેની ચકાસણી અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો: અમરેલીના દરેડ ગામે 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું
આ પણ વાંચો: સાણંદમાં ફૂડ પોઈઝનિંગ થતાં 50થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
આ પણ વાંચો: ફૂડ પોઈઝનિંગ થવાના આ કારણોને અવગણશો નહીં
