Entertainment News : સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (AmitabhBachchan )એકવાર ફરી પોતાના સુપરહિત ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) ની 18 મી સીઝન સાથે નાના પડદા પર કમબેક કરી રહ્યા છે. KBC 18 ના ગ્રાન્ડ ઓપનિંગ એપિસોડમાં બોલીવુડના અગ્રણી સ્ટાર્સ સની દેઓલ(SunnyDeol ), પ્રીતિ ઝિંટા(PreityZinta ) અને આમિર ખાન (AamirKhan )વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આજે 10 ઓગસ્ટ 2026 ના રોજ પ્રસારિત થનારા આ ધમાકેદાર એપિસોડના સેટ પર અમિતાભ બચ્ચન અભિનેત્રી પ્રીતિ ઝિંટા સામે એક રસપ્રદ ફરિયાદ કરતા અને રમુજી અંદાજમાં ઠપકો આપતા જોવા મળશે.
KBC 18 : ‘બંટવારા 1947’ ના પ્રમોશન માટે KBC ના મંચ પર પહોંચી સ્ટારકાસ્ટ
સની દેઓલ, પ્રીતિ ઝિંટા અને પ્રોડ્યુસર આમિર ખાન પોતાની આગામી બહુચર્ચિત ફિલ્મ ‘બંટવારા 1947’ ના પ્રમોશન અર્થે KBC ની હોટસીટ પર વિરાજમાન થયા હતા. રાજકુમાર સંતોષી દ્વારા નિર્દેશિત અને ભારતના ભાગલા પર આધારિત આ પિરિયડ ડ્રામા ફિલ્મ આગામી 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રમોશન દરમિયાન બિગ બી અને પ્રીતિ ઝિંટા વચ્ચેની મજેદાર વાતચીતે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.

‘તમે મારા મેસેજનો જવાબ નથી આપતા’; સેટ પર બિગ બીની ફરિયાદ
સોની ટીવી દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમો વિડિયોમાં અમિતાભ બચ્ચન પ્રીતિ ઝિંટા તરફ જોઈને કહે છે, “અમને તમારી સામે એક મોટી ફરિયાદ છે. ફરિયાદ એ છે કે દર વર્ષે 31 જાન્યુઆરીએ અમે તમને બર્થડે વિશ કરીએ છીએ, પણ તમારો એક પણ વાર જવાબ નથી આવતો!”
બિગ બીની આ વાત સાંભળીને પ્રીતિ ઝિંટા હસતાં-હસતાં સફાઈ આપતાં કહે છે કે, “અમિતજી, હું હંમેશા તમને રિપ્લાય આપું છું, પણ એક અઠવાડિયા પછી આપું છું!”
2012 ની જૂની પોસ્ટ બતાવીને બિગ બીએ ખેંચી ટાંટિયા
પ્રીતિના જવાબ પર અમિતાભ બચ્ચને સ્ક્રીન પર વર્ષ 2012 ની પોતાની એક જૂની સોશિયલ મીડિયા પોસ્ટ બતાવી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, “પ્રીતિ ઝિંટા, તમે જ્યાં પણ હોવ… કારણ કે તમે મારા મેસેજનો જવાબ ન આપવાનું નક્કી કર્યું છે, તેમ છતાં હેપ્પી બર્થડે!” આ જૂની ટ્વીટ બતાવીને બિગ બીએ સેટ પર વાતાવરણને એકદમ હળવું-ફુલ કરી દીધું હતું.
આ પણ વાંચો :‘ધ પેરેડાઇઝ’ના ટીઝરમાં નાની અને રાઘવ જુયાલનો પ્રચંડ એક્શન અવતાર
આ પણ વાંચો :પ્રિયા પ્રકાશ વોરિયરને કેસરી કપડાં અંગે પૂછાયો વિચિત્ર સવાલ, ‘વિંક ગર્લ’નો જડબાતોડ જવાબ વાયરલ!
આ પણ વાંચો :સલમાન ખાનના એપાર્ટમેન્ટ બહાર સુરક્ષામાં તૈનાત મુંબઈ પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી અવસાન
