Gir Somnath News/ તાલાલાના જાવંત્રી ગીર ગામમાં પેટ્રોલ બોમ્બ હુમલો,જમીન વિવાદે ધારણ કર્યું હિંસક રૂપ

તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામમાં 54 વીઘા જમીન વિવાદ હિંસક બન્યો. પેટ્રોલ બોમ્બ (Petrol Bomb Attack) અને ગોળીબારમાં 75 વર્ષીય મહિલા સહિત ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા. પોલીસે 8 સામે ગુનો નોંધ્યો.

Top Stories Gujarat Breaking News
Petrol Bomb Attack

Gir Somnath News:તાલાલા તાલુકામાં પેટ્રોલ બોમ્બથી (Petrol Bomb Attack) હુમલો કર્યાની ઘટના સામે આવી છે. તાલાલાના જાવંત્રી ગીર ગામમાં ગઈકાલે મોડી રાત્રે54 વીઘા જમીનની માલિકીનો લાંબા સમયથી ચાલતો વિવાદ હિંસક બન્યો હતો આ વિવાદને લઈને એક પક્ષે બીજા પક્ષના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો અને ગોળીબાર કર્યો હતો. આ હિંસક ઘટનામાં 75 વર્ષીય મહિલા સહિત પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

જાણકારી અનુસાર આ ગામમાં 54 વીઘા જમીનને લઈને બે પરિવારો વચ્ચે લાંબા સમયથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. તાજેતરમાં,કોર્ટે એક પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.આ નિર્ણયને અમલમાં મૂકવા માટે, ગઈકાલે પોલીસ સુરક્ષા સાથે જમીનનો કે જીતનાર પક્ષને સોંપવામાં આવી હતી.તેનાથી ગુસ્સે થઈને, વિરોધી પક્ષે રાત્રે 11 વાગ્યાની આસપાસ હિંસક હુમલો (Petrol Bomb Attack) કરવાનું કાવતરું ઘડ્યું હતું.

જમીન વિવાદમાં ફેકયો પેટ્રોલ બોમ્બ (Petrol Bomb Attack)  

આ વાતને ધ્યાનમાં રાખીને હુમલાખોરોએ ઘર પર પેટ્રોલ ભરેલી બોટલો ફેંકી (Petrol Bomb Attack) હતી, જેના કારણે ભીષણ આગ લાગી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે હુમલામાં દેશી બનાવટની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગમાં ઘરની અંદર રહેલા ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

આ હુમલામાં હુસેના અબ્દુલ બાજરાણી, રેહના, રૂકસના અને તાહિમ ચોટીયાર ગંભીર રીતે દાઝી ગયા હતા.આ ઘટનાની માહિતી મળતાં તાલાલાથી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વિસ્તારને ઘેરી લીધો હતો. અત્યાર સુધીમાં પોલીસે આઠ લોકો સામે કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


આ પણ વાંચો:રાજકોટમા 100 રૂપિયા જેવી નાની બાબતે પેટ્રોલ બોમ્બથી હુમલો

આ પણ વાંચો: રીલ જોઈને પેટ્રોલ બોમ્બ બનાવી હોટેલ પર ફેકયો,રાજકોટમાં હોટેલ સળગાવવાનો પ્રયાસ : સગીર સહિત 3 ઝડપાયા

આ પણ વાંચો:રાજકોટ યુનિવર્સિટી રોડ પર પેટ્રોલ બોમ્બ ફેંકનારા ઝડપાયા