Gujarat Local Body Election 2026/ મતદાનના ગણતરીના કલાકો પહેલા ગળતેશ્વરના 3 દિગ્ગજ નેતાઓએ કેસરીયો છેડો ફાડ્યો

Khedaના ગળતેશ્વરમાં મતદાનના ગણતરીના કલાકો પહેલા ભાજપમાં ભંગાણ. પૂર્વ તાલુકા પ્રમુખ જયંતી પરમાર, હંસાબેન પરમાર અને દીપેન પટેલે આપ્યા રાજીનામા. જાણો શું છે કારણ.

Top Stories Gujarat Others
Kheda  Galteshwar BJP Leaders Quit

Kheda  Galteshwar BJP Leaders Quit: ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલના પોતાના જ હોમ ગ્રાઉન્ડ ગણાતા વિસ્તારમાં પક્ષના ત્રણ પાયાના નેતાઓએ કેસરીયો છેડો ફાડી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. પક્ષમાં ચાલી રહેલી ‘વાલા-દવલા’ની નીતિથી નારાજ થઈને આ નેતાઓએ સામૂહિક રાજીનામા ધરી દીધા છે.

Kheda: કયા દિગ્ગજ નેતાઓએ પક્ષ છોડ્યો?

૨૬મી એપ્રિલના રોજ ગળતેશ્વર તાલુકા પંચાયતની ૧૮ સીટો અને જિલ્લા પંચાયતની ૩ સીટો પર મતદાન થવાનું છે. પ્રચારના અંતિમ તબક્કે જ ભાજપનો સાથ છોડનારા નેતાઓમાં નીચે મુજબના નામો સામેલ છે:

જયંતી પરમાર: પૂર્વ તાલુકા પ્રમુખ

હંસાબેન પરમાર: પૂર્વ તાલુકા કારોબારી ચેરમેન

દીપેન પટેલ: જિલ્લા સદસ્ય

‘ભેદભાવભરી નીતિ’ બની રાજીનામાનું કારણ?

સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે, જિલ્લા પ્રમુખ દ્વારા ટિકિટ વિતરણ અને પક્ષના આંતરિક નિર્ણયોમાં કેટલાક નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવતું હતું, જ્યારે વર્ષોથી મહેનત કરનારા કાર્યકરોની અવગણના થતી હતી. આ ‘ભેદભાવ’ અને ‘વાલા-દવલા’ની નીતિથી નારાજ થઈને આ ત્રણેય નેતાઓએ પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા જ રાજીનામા આપી દીધા છે, જેની સીધી અસર ભાજપની વોટબેંક પર પડી શકે છે.

જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલની પ્રતિક્રિયા

આ રાજકીય ભૂકંપ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, “પૂર્વ તાલુકા પ્રમુખે અંદરોઅંદરના ઝગડાને કારણે રાજીનામું આપ્યું હોય તેવું લાગે છે. દીપેન પટેલ લાંબા સમયથી વિસ્તારમાં ગેરહાજર હતા. હું ગળતેશ્વરના પ્રવાસે જવાની છું, ત્યારબાદ જ આ બાબતે સ્થિતિ સ્પષ્ટ થશે.”


આ પણ વાંચો : અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે તંત્ર સુસજ્જ

આ પણ વાંચો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ

આ પણ વાંચો :સુરતમાં CMની ભવ્ય રેલી, AAPને સીધી ટક્કર