Gujarat Local Body Election 2026/ અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે તંત્ર સુસજ્જ

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નું આયોજન થઈ રહ્યુ છે. અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જ્યારે અરવલ્લી જિલ્લાના આઠ તાલુકા પંચાયતની 140 બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે. આ સિવાય જિલ્લામાં મોડાસા અને બાયડની નગરપાલિકાની 42 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ બધી ચૂંટણી માટે કુલ 1071 મતદાન મથક નિર્ધારિત કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others Breaking News

Arvalli News:  અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નું આયોજન થઈ રહ્યુ છે. અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જ્યારે અરવલ્લી જિલ્લાના આઠ તાલુકા પંચાયતની 140 બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે. આ સિવાય જિલ્લામાં મોડાસા અને બાયડની નગરપાલિકાની 42 બેઠકો માટે ચૂંટણી યોજાશે.

આ બધી ચૂંટણી માટે કુલ 1071 મતદાન મથક નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ મતદાનમથકો પર ઇવીએમ મોકલવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. આ મતદાનમથકો પર 3,118 ઇવીએમની ફાળવણી કરવામાં આવી છે. આ ચૂંટણીમાં કુલ 7.62 લાખ મતદારો મતદાન કરશે. આ માટે 6,124 જણનો પોલિંગ સ્ટાફ બધા 1,071 મતદાન મથકો પર ગોઠવવામાં આવ્યો છે.

આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત માટે 1,560 પોલીસનો કાફલો ગોઠવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન મથકોએ પણ વહીવટીતંત્ર દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને છાંયડો મળી રહે તે માટે કેટલાય સ્થળોએ લાંબી લાઇન માટે મંડપ પણ ગોઠવાયા છે, કેટલાય સ્થળોએ વધારાના પંખા પણ રાખવામાં આવ્યા છે.

આ સિવાય ઓઆરએસના પાઉચ પણ રાખવામાં આવ્યા છે, જેથી મતદારોને ડીહાઇડ્રેશનથી બચાવી શકાય. આ સિવાય મતદાનમથક પર ઉમેદવારની તબિયત લથડે તો તેને ઘટનાસ્થળે જ સારવાર આપવા દરેક મતદાન મથકની બહાર 108ની એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે. તેની સાથે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોને ઓન ડ્યુટી રહેવા માટે જણાવી દેવાયું છે.


આ પણ વાંચો :સુરતમાં CMની ભવ્ય રેલી, AAPને સીધી ટક્કર

આ પણ વાંચો : ભાણવડમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો! કોંગ્રેસના બે અગ્રણી કાર્યકરોની અટકાયત, ધરણાની ચીમકી

આ પણ વાંચો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ